GSTV
Home » News » ‘ટીમ ઇન્ડિયાને અનૂકૂળ પિચ મળે છે ‘ ભારતની શાનદાર જીત પર PAK કેપ્ટનને લાગ્યાં મરચા

‘ટીમ ઇન્ડિયાને અનૂકૂળ પિચ મળે છે ‘ ભારતની શાનદાર જીત પર PAK કેપ્ટનને લાગ્યાં મરચા

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની બે ધમાકેદાર જીત બાદ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદને મરચા લાગ્યાં છે. ભારતે પોતાની પહેલી જ બે મેચમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી હતી. જેના કારણે પાકિસ્તાનના કેપ્ટન ખુશ નથી લાગી રહ્યાં.

જો પાકિસ્તાનની વાત કરીએ તો વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં તેણે 2 વાર જીત મેળવી હતી. સાથે જ તેણે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો તો એક મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. એક અંગ્રેજી અખબાર અનુસાર પાકિસ્તાનના કેપ્ટન એ વાતથી નાખુશ છે કે પાકિસ્તાનને ભીની પીચ આપવામાં આવે છે. સરફરાઝ તે વાતથી પણ પરેશાન છે કે ભારતને વર્લ્ડ કપ 2019માં સારી પિચ મળી રહી છે જે બેટ્સમેન અને સ્પિનર બંને માટે મદદરૂપ સાબિત થાય છે.

સરફરાઝ અહેમદે જણાવ્યા અનુસાર પાકિસ્તાનને રમવા માટે મુશ્કેલ વિકેટ આપવામાં આવે છે. સરફરાઝ માને છે કે પાકિસ્તાનને વધુ ઉછાળ વાળી પિચ મળે છે. જ્યારે ભારતને બેટિંગ ફ્રેન્ડલી પિચ મળે છે.

સરફરાઝ ઓસ્ટ્રેલિયા સામે મળેલી પિચથી નારાજ લાગ્યાં. ટોન્ટનના મેદાનની પિચ જોતા જ તે ભડકી ઉઠ્યાં હતા. જો કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આ જ પિચ પર પહેલાં બેટિંગ કરતાં પાકિસ્તાન વિરુદ્ધ 307 રન બનાવ્યા. પાકિસ્તાનની ટીમનો સામનો હવે 16 જૂને ટીમ ઇન્ડિયા સામે થશે અને આ મેચ વિશે વાત કરતાં સરફરાઝે કહ્યું કે ભારત સાથે રમાનારી મેચ મોટી છે અને અમે તેમાં ઉમદા પ્રદર્શન કરવા માંગીએ છીએ.

ભારત સામેની મેચ અંગે સરફરાઝે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ એક મોટી મેચ છે તેથી અમે બેસ્ટ પર્ફોર્મ કરીશું. જો પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચવા માંગે તો તેણે આ મેચ જીતવી જ પડશે નહી તો તેમની મુશ્કેલીઓ વધી જશે.

Read Also

Related posts

’15 વર્ષની ઉંમરે પૈસા લઇને મારી માએ બળાત્કાર કરાવ્યો’ આ જાણીતી એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

સંજુ બાબા સાથે ફિલ્મમાં સાથે કામ કરી શકે છે ભારતનાં આ લોકપ્રિય ક્રિકેટર

pratik shah

લુણાવાડા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપમાંથી પ્રબળ દાવેદાર જે.પી. પટેલનો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!