GSTV
Home » News » VIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર

VIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર

રવિવારે  માન્ચેસ્ટરમાં થયેલી ભારત પાકિસ્તાનની વચ્ચેના વર્લ્ડકપનાં મહામુકાબલા દરમ્યાન ખેલાડીઓ ઉપર જોરદાર દબાણ હતુ. પરંતુ એવા દબાણે પાકિસ્તાની બોલરને હાથ જોડવા પર મજબૂર કર્યા હતા. થયુ એવું કે મેચ દરમ્યાન વિરાય કોહલીએ પાકિસ્તાની બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી.

વિરાટની શાનદાર બેટિંગને પગલે પાકિસ્તાની બોલર ઈમાદ વસીમે તેની સામે હાથ જોડવપા પડ્યા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા,ત્યારે રન દોડતી વખતે પાકિસ્તાની બોલર ઈમાદ વસીમ તેની સામે હાથ જોડીને ઉભેલો દેખાઈ રહ્યો છે.

વિરાટ પણ ઈમાદને હાથ જોડેલો ઉભેલો જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે, હજી સુધીએ વાત સામે આવી નથી કે આ વીડિયો સાચો છે તો ઈમાદ હાથ શા માટે જોડવા પડ્યા હતા. શું તે વિરાટને હાથ જોડીને વિનંતી કરી રહ્યો હતો કે, બહુ રન ન બનાવીને આઉટ થઈ જાય? આ મેચમાં વિરાટ કોહલીએ વિકેટોની વચ્ચે 51 બોલ વચ્ચે તેનો 51મી હાફ સેન્ચુરી પુરી કરી હતી.

તેમણે વનડેમાં 11000 રન પુરા કર્યા હતા. તેઓ આ મુકામે 222મી ઈનિંગ પર પહોંચ્યો હતો જે વિશ્વ રેકોર્ડ છે. કોહલી આ સ્થાને સૌથી તેજીથી પહોંચનારો બેટ્સમેન છે. વિરાટે પાકિસ્તાનની સામે 77 રનોની ઈનિંગ્સ દરમ્યાન મીલનો પત્થરને સ્પર્શ કર્યો હતો. કોહલીએ પાકિસ્તાની બોલરોને જોરદાર ધોલાઈ કરી હતી.

હવે પાકિસ્તાનની આગામી મેચ 23 જૂને સાઉથ આફ્રિકા સામે છે. જેમાં તેની કરો કે મરોની સ્થિતી છે. સાઉથ આફ્રિકા સાથેની મેચમાં બંને ટીમો એ મેચ જીતવી જરૂરી છે. આ મેચમાં જે પણ ટીમ હારશે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

READ ALSO

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!