GSTV
Home » News » World Cup 2019: આસમાને પહોંચ્યા ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ, જાણશો તો આંખો પહોળી થઇ જશે

World Cup 2019: આસમાને પહોંચ્યા ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ, જાણશો તો આંખો પહોળી થઇ જશે

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે રવિનારે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનાર આઇસીસી વર્લ્ડ કપ 2019 મેચની ટિકિટોની કિંમત 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઇ છે. વર્ષ 2013 બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ રાજકીય કારણોસર ફક્ત આઇસીસી અને એશિયાઇ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત ટૂર્નામેન્ટમાં જ આમને-સામને થઇ શકે છે.

બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારતીય અને પાકિસ્તાની મૂળના નાગરિકો રહે છે અને આ જ કારણે આ મહામુકાબલા માટે ટિકિટની કિંમતો આસમાને છે. 20 હજારની ક્ષમતા ધરાવતાં ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાનારી આ મેચની ટિકિટ વિન્ડો ખુલ્યાના ગણતરીના કલાકોમાં જ ટિકિટો વેચાઇ ગઇ પરંતુ જે લોકોએ તે સમયે ટિકિટ ખરીદી હતી તે હવે તેને વેચીને મોટો નફો કમાઇ રહ્યાં છે.

666_061419052346.jpg

આવા જ લોકો પાસેથી ટિકિટ લઇને તેને ફરીથી વેચતી વેબસાઇટ વિયાગોગો અનુસાર તેની પાસે આશરે 480 ટિકિટ ફરીથી વેચાવા માટે આવી અને તેમાં બ્રોન્ઝ, ગોલ્ડ, પ્લેટિનમ અને સિલ્વર કેટેગરીની ટિકિટ હતી.

કંપનીની વેબસાઇટ અનુસાર બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટ તેણે સંપૂર્ણ રીતે વેચી નાંખી છે અને તેની કિંમત 17 હજાર રૂપિયાથી લઇને 27 હજાર રૂપિયા સુધી છે. વેબસાઇટમાં તે જણાવવામાં નથી આવ્યું કે રિસેલ માટે તેણે આ ટિકિટ કેટલામાં ખરીદી હતી પરંતુ રિસેલ કરવામાં આવેલી ટિકિટની કિંમત જણાવવામાં આવી છે.

શુક્રવાર સુધી 58 ગોલ્ડ અને 51 પ્લેટિનમ કેટેગરીની ટિકિટ ઉપલબ્ધ હતી જેની કિંમત 47 હજાર રૂપિયાથી લઇને 62 હજાર રૂપિયા સુધી રાખવામાં આવી છે. વેબસાઇટ અનુસાર તેની પાસે ગોલ્ડ કેટેગરીની 58 અને પ્લેટિનમ કેટેગરીની 51 ટિકિટો છે. વેબસાઇટ અનુસાર બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટોની કિંમતમાં 5 હજાર રૂપિયાનું અંતર છે. કારણ કે જે ક્ષેત્ર આલ્કોહોલ માટે સ્વીકૃત છે તેની વધુ માંગ છે.

પાકિસ્તાન બાદ ભારત, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે મેચ રમશે. અફઘાનિસ્તાન સાથે રમાનાર મેચની ટિકિટોની રીસેલ વેલ્યૂ સાતથી 15 હજાર રૂપિયા વચ્ચે છે જ્યારે યજમાન ઇંગ્લેન્ડ સાથે 30 જૂને રમાનારી મેચ માટે ટિકિટની રિસેલ વેલ્યૂ 20થી 45 હજાર રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

Mayur

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!