ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ 2019ની સૌથી મોટી મેચ 16 જૂન એટલે કે રવિવારે રમાવા જઇ રહી છે. ક્રિકેટની દુનિયામાં હલચલ છે. 16 જૂને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર 20 વર્ષ બાદ બંને ટીમો વચ્ચે ટક્કર થશે. અગાઉ આ બંને ટીમો 199ના વર્લ્ડ કપમાં આમને-સામને આવી હતી. તે મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 47 રને હરાવ્યું હતું. જો કે આ મેચને લઇને અનેક અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે પરંતુ કેટલીક બાબતો એવી છે જે પાકિસ્તાનની ઉંઘ હરામ કરી શકે છે.
કોહલીની કમાલ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલીનું બેટ જ્યારે ચાલે છે ત્યારે સામેની ટીમ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આ વર્ષે કોહલીએ 15 મેચમાંથી 10માં 40થી વધુનો સ્કોર બનાવ્યો છે. તેમાંથી 9 મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી છે.
કૂલ ધોની

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની કંઇક એલગ જ રંગમાં નજરે આવી રહ્યાં છે. તેનામાં પહેલાના ધોનીની ઝલક જોવા મળી રહી છે. ઇન્ડિયા માટે મેચમાં ધોનીનું નોટઆઉટ રહેવું સૌથી લકી સાબિત થાય છે. જ્યારે પણ ધોની નોટઆઉટ રહીને 50 રનથી વધુનો સ્કોર બનાવે છે તો ટીમ ઇન્ડિયા 100 ટકા મેચ જીતે છે.
મિડલ ઓવરમાં આટલા રન

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ ઘણી મજબૂત માનવામાં આવી રહી છે. ઓપનરોથી મળેલી સારી શરૂઆતને ટીમ મિડલ ઓવર સુધી જળવાઇ રહે છે. જ્યારે પણ ટીમ ઇન્ડિયાએ મિડલ ઓવરોમાં 150થી વધુ રનનો સ્કોર કર્યો હોય તો તેની જીતની શક્યતા 67 ટકા વધી જાય છે. આવી 9 મેચ રહી જેમાંથી ટીમ ઇન્ડિયાએ 6 મેચ જીતી.
Read Also
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી