GSTV
Home » News » પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝિલેન્ડ સામે ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધ્વંસ થઈ ગઈ

પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝિલેન્ડ સામે ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધ્વંસ થઈ ગઈ

india warm up match

ભારતીય ટીમને વર્લ્ડકપ પહેલા મોટી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ અભ્યાસ મેચ રમી રહેલી ભારતીય ટીમને ન્યૂઝિલેન્ડ સામે 6  વિકેટથી કરારી હાર મળી છે. વરસાદી વાતાવરણ વચ્ચે ટ્રેંટ બોલ્ટની સ્વિંગે ભારતીય ટીમની પ્રેક્ટિસ મેચમાં જીતની ઉમ્મીદો પર પાણી ફેરવી  દીધું હતું. જેથી ભારતીય ટીમ 39.2 ઓવરમાં માત્ર 179 રનો પર ઢેર થઈ ગઈ હતી.

જે પછી ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને 67 અને રોસ ટેલરે 71 રનની શાનદાર અર્ધશતકીય પારી રમી માત્ર 37.1 ઓવરમાં ચાર  વિકેટના નુકસાન પર 180 રન બનાવી જીત હાંસિલ કરી હતી. જો કે આ અભ્યાસ મેચ હતો. જેનું પરિણામ ભારતને ચિંતિત અચૂક કરી શકે  છે. ઈંગ્લેન્ડના વાતાવરણમાં ભારત માટે એ સમસ્યા રહી કે તેઓ વાદળછાયા વાતાવરણમાં સ્વીંગબોલની સમસ્યાનો તોડ ન મેળવી શક્યા.

લોકેશ રાહુલ ચોથા નંબર પર ઉતર્યો હતો જે નિષ્ફળ સાબિત થયો હતો. જેથી ભારતીય ટીમ માટે ચોથા નંબરે ક્યા ખેલાડીને ઉતારવો તે  મૂંઝવણભર્યો પ્રશ્ન યથાવત્ત છે. દિનેશ કાર્તિકની ખરાબ આઈપીએલ ફોર્મ બરકરાર રહી હતી. શંકર અને કેદાર જાધવને થયેલી ઈન્જરી તેમને  બાંગ્લાદેશ સામેના બીજા અભ્યાસ મેચમાં રમવા દેશે કે નહીં તે પણ મોટો સવાલ છે.

સ્પીનરની વાત કરવામાં આવે તો 8.1 ઓવરમાં કોઈ  વિકેટ લીધા વિના કુલદિપ યાદવે 44 રન આપી દીધા હતા. તો યુઝવેન્દ્ર ચહલે છ ઓવરમાં 37 રન આપી એક વિકેટ ચટકાવી હતી.

વિલિયમસન અને રોસ ટેલરે 114 રનની ભાગીદારી કરી હતી. જેમણે કોઈ પણ સમસ્યા વિના સ્કોરને પાર કરી લીધો હતો. ભારત માટે માત્ર  રવિન્દ્ર જાડેજાએ સારું પ્રદર્શન કર્યું હતું. જેણે 50 બોલમાં 54 રન બનાવ્યા હતા. જ્યારે સાત ઓવરમાં 27 રન આપી એક વિકેટ પણ મેળવી  હતી. જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં બે મેડન ઓવર નાખી બે રન આપી એક વિકેટ મેળવી હતી. જેનો પ્રથમ સ્પેલ સારો રહ્યો હતો.  મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં 16 રન આપી કોઈ વિકેટ પ્રાપ્ત નહોતી કરી.

આ પહેલા બોલ્ટે 6.2 ઓવરમાં 26 રન આપી 4 વિકેટ મેળવતા ભારતની બેટીંગ લાઈન અપ તહેસનહેસ થઈ ગઈ હતી. જો કે જાડેજાની હાફ  સેન્ચુરીની બાદબાકી કરી નાખવામાં આવે તો ટીમના સ્કોરમાં કંઈ બાકી નથી રહેતું. એક સમયે ભારતીય ટીમે 115 જેટલા સ્કોરમાં 8 વિકેટ  ગુમાવી દીધી હતી. જાડેજા અને બાદમાં કુલદિપ યાદવના 19 રનની મદદથી ભારતીય ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી હતી.

બોલ્ટે પોતાના પહેલા સ્પેલમાં રોહિત શર્માને 2 રને અને શિખર ધવન બાદ ઉતરેલા લોકેશ રાહુલને 6 રને આઉટ કરી દીધો  હતો. બેટ્સમેનોમાં આ સમયે ફૂટવર્કની કમી સાફ દેખાઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 24 બોલમાં 18 રન બનાવ્યા હતા.

જે કોલિન ડિ  ગ્રૈંડહોમની બોલ પર આઉટ થયો હતો. ધોનીએ 42 બોલમાં 17 રન બનાવ્યા હતા. જેની ઈનિંગ ટીમ સાઉદીએ પૂર્ણ કરી દીધી હતી. જે શોર્ટ  મીડ વિકેટ પર કેચ આઉટ થયો હતો. જો કે ધોની પહેલા બેટીંગ માટે ઉતરેલા હાર્દિક પંડ્યાએ 6 બાઉન્ડ્રી મારી ટીમમાં જોશ પૂરવાનું અને  સ્કોર બોર્ડને આગળ વધારવાનું કામ કર્યું હતું.

Read Also

Related posts

શું તમે ઓફિસમાં ચલાવી રહ્યા છો અફેરનું ચક્કર, તો થઈ જાવ સાવધાન કારણકે…

pratik shah

રાખી સાવંતના ફેક પતિ દીપકે કરી એવી હરકત, મહિલાએ માર્યો જોરદાર થપ્પડ

Kaushik Bavishi

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સે બંગલા સાહિબ પહોંચીને કર્યા દર્શન, બે દિવસીય ભારતનાં પ્રવાસે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!