GSTV
Home » News » વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં જ ભારતની હાર, શું વિરાટ જીતાડી શકશે વિશ્વ કપ?

વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં જ ભારતની હાર, શું વિરાટ જીતાડી શકશે વિશ્વ કપ?

India New Zealand

સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપના વોર્મ-અપ મેચમાં ન્યૂજીલેન્ડની વિરૂદ્ધ 6 વિકેટથી હારી ગઈ. કીવિયોની વિરૂદ્ધ આ હારથી વર્લ્ડ કપ જીતવાનુ સપનું લઈને આવનાર ભારતીય ટીમને મોટો જટકો લાગ્યો છે. આ હારથી ભારતીય ટીમની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. ટીમને જેવી શરૂઆતની આશા હતી તેવુ થયુ નથી. રવિન્દ્ર જાડેજાના કારણે ટીમ 150 પાર થઈ. એક સમય એવો હતો કે 100 રન પાર કરવા મુશ્કેલ હતા ત્યારે રવિન્દ્ર જાડેજાએ 50 બોલમાં 54 રન કરીને ટીમની ઈજ્જત બચાવી હતી.

શા કારણે હારી ટીમ ઈન્ડિયા

1. રોહિત અને ધવન ફેલ થયા

આ મેચમાં ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી જે વાતની ચિંતા ભારતીય બેટ્સમેનને લઈને થઈ રહી હતી તે આ મેચમાં સાચી સાબીત થઈ હતી. શરૂઆત રોહીત શર્મા સાથે થઈ હતી જે બોલ્ટના બોલ પર એલબીડબ્લ્યું થઈ ગયો. શિખર પણ બોલ્ટના બોલનો શીકાર બન્યો. બોલ્ટે પોતાના પહેલા સ્પેલમાં રોહિત,શિખર અને રાહુલને બેસાડી દીધા.

2. કોહલી થયો આઉટ

કેપ્યન વિરાટ કોહલીને કોલિન ડિ ગ્રૈંડહોમએ એફ કટર સાથે આઉટ થયા. કોહલીએ 24 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો. આ વખતે વિરાટનો જાદુ ન ચાલ્યો અને ટીમને ડુબાડી ગયો.

3. ન ચાલ્યો ધોની અને પંડ્યા

ધોની અને પંડ્યા બંને ક્રીજ પર હતા. હાર્દિકે 37 બોલમાં 30 રન કર્યા હતા. જ્યારે ધોનીએ 42 બોલમાં 17 રન કરી કેચ આઉટ થયો હતો.

MS Dhoni

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!