ન્યૂઝીલેન્ડનાં બોલર્સે શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનનો પર દબાણ બનાવીને રાખ્યો હતો. સાઉદી, બોલ્ટ અને જેમિસનની તિકડીએ ભારતીય બેટ્સમેનોને જકડીને રાખ્યા હતા. જોકે પૃથ્વી શોએ શરૂઆતમાં બે ચોગ્ગાતો જરૂર લગાવ્યા પરંતુ તે વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહી. ત્યારે તે ન્યૂઝીલેન્ડનાં ઝડપી બોલર ટીમ સાઉદીનાં બોલ પર 16રનનાં સ્કોર પર બોલ્ડ થયો હતો.
ભારતીય ટીમ પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી
શો પછી બેટીંગ કરવા ઉતરેલા ચેતેશ્વર પૂજારા પણ કંઈ ખાસ કરી શક્યા નહી. તેમણે બીજી વિકેટ માટે મયંક અગ્રવાલ સાથે 19 રનોની ભાગીદારી કરી હતી, અને 42 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો, ત્યાર પછી કેપ્ટન કોહલી મેદાને ઉતર્યા હતા, ફેન્સને કોહલી પાસે મોટી ઈનિંગની આશા હતા, પરંતુ કોહલીએ પણ નિરાશ કર્યા હતા, ફક્ત 2 રન બનાવીને આઉટ થયા ત્યારે ટીમ ઈન્ડિયાએ 40 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મંયક અગ્રવાલ 34 રન બનાવીને આઉટ થયા, ટ્રેન્ટ બોલ પર તેમનો કેચ કાઈલ જેમિસને કર્યો હતો. ત્યારે હનુમાન વિહારી પણ કંઈ ખાસ કર્યું નહોતું અને 7 રન બનાવીને તેપણ આઉટ થયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડનાં તમામ બોલર્સ સફળ રહ્યા હતા, કીવી ટીમ તરફથી જૈમિસને ત્રણ વિકેટ ઝડપી, બોલ્ટ અને સાઉદીએ એક એક વિકેટ ઝડપી હતી.
122 રનનાં સ્કોર પર અડધી ટીમ પેવેલિયન પરત
ભારત: મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિચંદ્રનઅશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા
ન્યૂઝીલેન્ડ: ટોમ લેથમ, ટોમ બ્લેન્ડેલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, એજાઝ પટેલ અને કાઈલી જેમિસન
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો