GSTV
Home » News » ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર બાદ રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો, ગણાવ્યા આ કારણો

ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર બાદ રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો, ગણાવ્યા આ કારણો

ન્યૂઝીલેન્ડે ભારતને ટી-20 ક્રિકેટમાં તેની સૌથી મોટી હાર આપી છે. વેલિંગ્ટનમાં બુધવારે રમાયેલી ત્રણ મેચોની ટી-20 સીરીઝના પહેલા મુકાબલામાં ભારત 80 રનથી હારી ગયું.

આ મુકાબલામાં ન્યૂઝીલેન્ડની ટીમે ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરીને પોતાની ટી-20માં સર્વોચ્ચ સ્કોર 219 રન બનાવ્યો. તો જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં લગભગ 139નો સ્કોર જ ઉભો કરી શકી. રનની દ્રષ્ટિએ ટી-20 ક્રિકેટની સૌથી કારમી હાર મળ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ મેચ હતી, અમે ત્રણેય ફોર્મેટમાં અત્યંત પ્રશંસનીય પ્રદર્શન કર્યુ છે. અમે જાણતા હતા કે નાનુ મેદાન હોવા છતા અહીં 220 રનનુ લક્ષ્ય સરળ રહેશે નહીં. અમે ભાગીદારીઓ બનાવી નથી, જેને કારણે આ મુશ્કેલ થયું.

આ સાથે જ રોહિતે જણાવ્યું કે આખરે કેમ તેમણે ટોસ જીતીને આ વિકેટ પર લક્ષ્યનો પીછો કરવાનુ પસંદ કર્યુ. તેમણે કહ્યું કે અમે લક્ષ્યનો સારી રીતે પીછો કર્યો છે. તેથી અમે ઑલરાઉન્ડર્સ સહિત 8 બેટ્સમેનોને સાથે રમ્યાં. અમારે ફક્ત સારી ભાગીદારીની આવશ્યકતા હતી, જે અમે કરવામાં નિષ્ફળ નિવડ્યા.

આ અગાઉ કીવી ટીમ માટે ટીમ સીફર્ટે 43 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 84 રનની તોફાની ઈનિંગ રમી. કૉલિન મુનરોએ 20 બોલમાં 34 રન બનાવ્યાં. કેપ્ટન કેન વિલિયમસને પણ 22 બોલમાં 34 રનની ઈનિંગ રમી. સેન્ટનર-સોઢીએ 2-2 વિકેટ લીધી. જ્યારે ફર્ગ્યુસન 2 અને સાઉદીએ 3 વિકેટ પોતાના ફાળે નોંધાવી. બીજી તરફ ભારતીય ટીમ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ 31 બોલમાં સૌથી વધુ 39 રનની ઈનિંગ રમી. પરંતુ તેમની બેટિંગથી કોઈ જગ્યાએ એવુ લાગતુ નથી કે તેઓ જીત માટે રમી રહ્યાં છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar