GSTV
Home » News » India vs New Zealand T-20 : આજે જો ભારતીય ટીમ જીત મેળવશે તો ઈતિહાસ રચી દેશે

India vs New Zealand T-20 : આજે જો ભારતીય ટીમ જીત મેળવશે તો ઈતિહાસ રચી દેશે

ભારતીય ટીમ રવિવારે સેડૉન પાર્કમાં ન્યૂઝીલેન્ડ સામે અંતિમ અને નિર્ણાયક ટી ટ્વેન્ટી મુકાબલાને જીતવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમની નજર એક લાંબી સિઝન બાદ હવે જીત સાથે ભારત પરત ફરવાની છે. ભારત જો આ મેચ જીતી જશે તો ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતની પહેલી ટી-ટ્વેન્ટી સિરીઝમાં મેળવેલી જીત બનશે. આ સાથે જ ભારતીય ટીમ ક્રિકેટ ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પીંછાનો ઉમેરો થશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 12.30 કલાકે શરૂ થવાનો છે.

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયાના આંગણે ક્રિકેટ સિરીઝ રમી હતી. ટીમે ટેસ્ટ અને વનડે સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેના પહેલા મુકાબલામાં હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરતા બીજી ટી ટ્વેન્ટીમાં જીત મેળવી લીધી હતી. જેના કારણે સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. હવેનો મુકાબલો બંન્ને ટીમ માટે નિર્ણાયક રહેશે.

કિવી ટીમને વનડેમાં 4-1થી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઘર આંગણે ટ્વેન્ટી સિરીઝ જીતવા અને પોતાની આબરૂ બચાવવા માટે ટીમ એડિચોડીનું જોર લગાવશે. પહેલા મેચમાં શાનદાર પ્રદર્શન કરતા કિવી ટીમે ભારતીય ટીમને સચેત કરી દીધું હતું. ભારતીય ટીમ માટે બીજી ટ્વેન્ટી લાભદાયી રહી હતી. ખાસ તો બોલરોએ પહેલી ટ્વેન્ટીની માફક રન નહોતા આપ્યા. ત્યારે ફરી એકવાર બોલરો પર જવાબદારી રહી હતી. રોહિત અને વિજય શંકરન બહાર બેસવાનો વારો આવ્યો હતો.

પહેલા મેચમાં ખલીલ અહેમદ નિષ્ફળ પૂરવાર થયો હતો. પણ બીજા મેચમાં તેણે સારું પ્રદર્શન કરી વાપસી કરી હતી. જેના પરિણામે ભારતીય ટીમમાં બદલાવની સંભાવના ન બરાબર છે. વિજય શંકરને કદાચ બહાર બેસવું પડે છે કારણ કે ટીમમાં પર્યાપ્ત બેટ્સમેન છે. તેમણે બીજી મેચમાં બોલિંગ નથી કરી. બેટીંગ પણ ખાસ યોગદાન નથી આપી શક્યા.

મેચ જીતવા માટે ટીમ ફરી એકવાર રોહિત શર્મા પર નિર્ભર રહેશે. જેણે બીજા મેચમાં સુપર્બ ઈનિંગ રમી હતી. તેમની સાથે જોડી જમાવવા માટે શિખર ધવન પણ હાજર હશે. મીડલ ઓર્ડરના બેટ્સમેન ધોની, કાર્તિક, ઋષભના ખભ્ભા પર જવાબદારી હશે. ભારતના બેટ્સમેનો કરતા બોલરોએ સાવધાની રાખવી પડશે. અનુભવની વાત આવો તો ટીમ પાસે ભૂવનેશ્વર કુમાર જેવો બેટ્સમેન છે. આ સિવાય કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ પણ હાજર છે. કુલજીપ યાદવે હાલ ટી ટ્વેન્ટીમાં એક પણ મેચ નથી રમ્યો. ત્યારે રોહિત કુલદિપને ચાન્સ આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

READ ALSO

Related posts

No Entry : ટ્રમ્પના કાફલામાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર ‘OUT’

Mayur

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

Mayur

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!