GSTV
Home » News » IND vs NZ: દિનેશ કાર્તિકની T-20માં સ્લો મોશન બેટીંગે ભારતને હરાવ્યું, ઈતિહાસ રચવામાં નાકામ

IND vs NZ: દિનેશ કાર્તિકની T-20માં સ્લો મોશન બેટીંગે ભારતને હરાવ્યું, ઈતિહાસ રચવામાં નાકામ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની નિર્ણાયક મેચમાં 213 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતીય ટીમને હાર મળી છે. ભારતને ચાર રનથી હાર મળી. ભારતીય ટીમના બેટ્સમેનોની નબળી બેટીંગ અને આ પહેલા બોલિંગના કારણે ન્યુઝીલેન્ડ ભારત સામે સારો એવો સ્કોર ઉભો કરવામાં સફળ થયું હતું. નબળી ઓપનિંગ અને બાદમાં મિડલ ઓર્ડરના ધબડકાના કારણે ભારતીય ટીમ જીતનો ઈતિહાસ રચવાથી એક વેત દૂર રહી ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ટ્વેન્ટી સિરીઝ જીતી ઘર આંગણે શાખ બચાવી છે.

પ્રથમ બેટિંગ લઈને ન્યૂઝીલેન્ડ ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન કર્યા હતા અને ભારતને 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યુઝિલેન્ડમાં સૌથી વધુ રન 72 કોલિન મુનરોએ કર્યા છે. અને ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધુ 2 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વાર ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતવા માટે ભારતને આ મેચ જીતવી જ પડશે.

ન્યુઝિલેન્ડે 18.2 ઓવરમાં 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. કોલીન મુનરોએ કિવી ટીમ માટે 40 બોલમાં 76 રન બનાવ્યા હતા. વિલિયમ્સને 27 રન ફટકાર્યાં અને વિકેટકીપર સેફર્ટે 43 રન બનાવ્યા હતા. ગ્રાન્ડહોમે પણ 30 રનની ઝડપી પેસિંગ ઇનિંગ રમી. ભારત માટે કુલદીપ યાદવે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે હેમિલ્ટન ટી20માં ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમમાં ફેરફાર થયો છે. કુલદીપ યાદવને યૂસવેન્દ્ર ચહલની જગ્યાએ તક આપવામાં આવી છે.

ભારતે જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો છે અને ન્યૂઝીલેન્ડની ટીમને પહેલા બેટિંગ આપી છે.મેચ સાથે જોડાયેલી જાણકારી

IND vs NZ : ત્રીજી મેચ રવિવાર 10 ફેબ્રુઆરીએ રમવામાં આવી રહી છે.

IND vs NZ : ત્રીજી મેચ હેમિલ્ટનના સેડાન પાર્કમાં રમવામાં આવી રહી છે.

IND vs NZ : ત્રીજી મેચ બપોરે 12.30 વાગ્યાથી શરૂ થઈ છે.

IND vs NZ : ત્રીજી મેચની ઓનલાઈન સ્ટ્રીમિંગ Hotstar, Jio TV and Airtel TV પર ઉપલ્બ્ધ છે. 

ભારતીય ટીમ રવિવારે સેડૉન પાર્કમાં ન્યૂઝીલેન્ડ સામે અંતિમ અને નિર્ણાયક ટી ટ્વેન્ટી મુકાબલાને જીતવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમની નજર એક લાંબી સિઝન બાદ હવે જીત સાથે ભારત પરત ફરવાની છે. ભારત જો આ મેચ જીતી જશે તો ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતની પહેલી ટી-ટ્વેન્ટી સિરીઝમાં મેળવેલી જીત બનશે.

આ સાથે જ ભારતીય ટીમ ક્રિકેટ ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પીંછાનો ઉમેરો થશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 12.30 કલાકે શરૂ થવાનો છે.ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયાના આંગણે ક્રિકેટ સિરીઝ રમી હતી. ટીમે ટેસ્ટ અને વનડે સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેના પહેલા મુકાબલામાં હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરતા બીજી ટી ટ્વેન્ટીમાં જીત મેળવી લીધી હતી. જેના કારણે સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. હવેનો મુકાબલો બંન્ને ટીમ માટે નિર્ણાયક રહેશે.કિવી ટીમને વનડેમાં 4-1થી પરાજયનો સામનો કરવો પડ્યો છે.

ઘર આંગણે ટ્વેન્ટી સિરીઝ જીતવા અને પોતાની આબરૂ બચાવવા માટે ટીમ એડિચોડીનું જોર લગાવશે. પહેલા મેચમાં શાનદાર પ્રદર્શન કરતા કિવી ટીમે ભારતીય ટીમને સચેત કરી દીધું હતું. ભારતીય ટીમ માટે બીજી ટ્વેન્ટી લાભદાયી રહી હતી. ખાસ તો બોલરોએ પહેલી ટ્વેન્ટીની માફક રન નહોતા આપ્યા. ત્યારે ફરી એકવાર બોલરો પર જવાબદારી રહી હતી. રોહિત અને વિજય શંકરન બહાર બેસવાનો વારો આવ્યો હતો.

પહેલા મેચમાં ખલીલ અહેમદ નિષ્ફળ પૂરવાર થયો હતો. પણ બીજા મેચમાં તેણે સારું પ્રદર્શન કરી વાપસી કરી હતી. જેના પરિણામે ભારતીય ટીમમાં બદલાવની સંભાવના ન બરાબર છે. વિજય શંકરને કદાચ બહાર બેસવું પડે છે કારણ કે ટીમમાં પર્યાપ્ત બેટ્સમેન છે. તેમણે બીજી મેચમાં બોલિંગ નથી કરી. બેટીંગ પણ ખાસ યોગદાન નથી આપી શક્યા.

મેચ જીતવા માટે ટીમ ફરી એકવાર રોહિત શર્મા પર નિર્ભર રહેશે. જેણે બીજા મેચમાં સુપર્બ ઈનિંગ રમી હતી. તેમની સાથે જોડી જમાવવા માટે શિખર ધવન પણ હાજર હશે. મીડલ ઓર્ડરના બેટ્સમેન ધોની, કાર્તિક, ઋષભના ખભ્ભા પર જવાબદારી હશે. ભારતના બેટ્સમેનો કરતા બોલરોએ સાવધાની રાખવી પડશે. અનુભવની વાત આવો તો ટીમ પાસે ભૂવનેશ્વર કુમાર જેવો બેટ્સમેન છે. આ સિવાય કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ પણ હાજર છે. કુલજીપ યાદવે હાલ ટી ટ્વેન્ટીમાં એક પણ મેચ નથી રમ્યો. ત્યારે રોહિત કુલદિપને ચાન્સ આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!