GSTV

IND vs NZ: ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ T-20, વિરાટ સેનાની નજર વર્લ્ડ કપ પર

કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં યજમાનો સામે શ્રેણીની સૌપ્રથમ ટી-૨૦ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. આ સમયે ભારતની નજર ન્યૂઝીલેન્ડ ની ભૂમિ પર સૌપ્રથમ ટી-ટ્વેન્ટી શ્રેણી જીતવા તરફ રહેશે. ચાલુ વર્ષે ન્યૂઝીલેન્ડના પડોશી દેશ ઓસ્ટ્રેલિયામાં જ ટી-૨૦નો વર્લ્ડ કપ રમાવાનો હોવાથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ વન-ડેની શ્રેણી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. યજમાન ન્યૂઝીલેન્ડ પણ તાજેતરની નિષ્ફળતાને ભૂલીને, આગામી વર્લ્ડ કપ ને ધ્યાનમાં રાખી વિજયી કોમ્બિનેશન ની ચકાસણી કરશે.

Shikhar Dhawan

ઓકલેન્ડના એડન પાર્કમાં આજે ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨. ૨૦થી મેચનો પ્રારંભ થશે. ભારતે ઘરઆંગણે તો તાજેતરમાં સફળતા મેળવી છે પણ ન્યૂઝીલેન્ડના પડકારજનક વાતાવરણ અને ફાસ્ટ બોલરોને મદદ કરે તેવી પીચો પર ભારતીય ખેલાડીઓનો દેખાવ કેવો રહે છે તે જોવા માટે બધા ઉત્સુક છે. ઓપનર શિખર ધવનઇજાગ્રસ્ત થઇ ગયો હોવાથી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં સામેલ નથી. તેના સ્થાને પૃથ્વી શો ને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે. જોકે, લોકેશ રાહુલ અને રોહિત શર્મા જેવા અનુભવી બેટ્સમેનોની હાજરીમાં પૃથ્વી શો ને તક મળશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે.

ઓકલેન્ડના એડન પાર્કમાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં લોકેશ રાહુલ વિકેટકિપિંગ કરતો જોવા મળ્યો હતો. ટૂંકમાં ભારતીય ટીમ લોકેશને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં વિકેટકિપર તરીકે અજમાવીને નવા કોમ્બિનેશનને ચકાસવાની તૈયારીમાં છે.

ભારતીય ટોપ ઓર્ડરની ખરી કસોટી થશે

ઘરઆંગણે શાનદાર દેખાવ કરનારા ભારતીય બેટ્સમેનોની ન્યૂઝીલેન્ડના પ્રવાસ માં ક્વોલિટી બોલિંગ આક્રમણ સામે કસોટી થશે. રોહિત શર્મા, લોકેશ રાહુલ તેમજ વિરાટ કોહલીએ તાજેતરમાં અસરકારક દેખાવ કર્યો છે. હવે તેઓ તેમની પ્રતિભાને સાઉથી અને ગ્રાન્ધોમ જેવા બોલરો સામે ચકાસવા માટેની તૈયારી કરી રહ્યા છે. ભારતીય મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર, રિષભ પંત, મનીષ પાંડે જેવા બેટ્સમેનોને પણ અજમાવવામાં આવશે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમ મેનેજમેન્ટ તક આપે છે કે નહીં તે જોવું પણ રસપ્રદ બનશે. વિકેટકિપર તરીકે રાહુલને સમાવીને ટીમ વધુ એક બેટ્સમેન કે બોલરને ટીમમાં સામેલ કરી શકે છે.

ભારતીય બોલરો પણ ન્યૂઝીલેન્ડના પડકારશે

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સામી જેવા વર્લ્ડ ક્લાસ પાસ બોલેરો ધરાવતી ભારતીય ટીમ પણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની કસોટી કરશે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં ભારતીય બોલરોએ પોતાની કુશળતાનું પ્રમાણ આપ્યું હતુ. ભારત પાસે નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર જેવા વિકેટ ઝડપી શકે તેવા યુવા બોલર છે. જ્યારે શિવમ દુબે જેવો ઓલરાઉન્ડર પણ છે જે ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધારી શકે તેમ છે.  સ્પિન બોલિંગની જવાબદારી રવિન્દ્ર જાડેજા, કુલદીપ તેમજ વોશિંગ્ટન સુંદર અને ચહલ સંભાળશે. જાડેજા પણ લો ઓર્ડરનો અચ્છો બેટ્સમેન હોવાથી ભારતને માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જોકે, ભારત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ફાસ્ટ બોલરો પર વિશેષ મદાર રાખશે.

ન્યૂઝીલેન્ડ પણ ભારતને જોરદાર લડત આપવા તૈયાર

ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે. કેપ્ટન વિલિયમસનના પુનરાગમનથી ન્યૂઝીલેન્ડનો જુસ્સો વધ્યો છે. ન્યૂઝીલેન્ડ બેટિંગનો મદાર કોલીન મુનરો, ગપ્ટિલ, રોસ ટેલર, સેઈફેટ અને બુ્રસ પર રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડ ની બોલીગની જવાબદારી સાઉથી, ટિકનેર, બેનેટ્ટ અને કુગ્લીસન પર રહેશે. ઓલરાઉન્ડર સાન્ટનેર તેમજ સ્પિનર સોઢી પણ ભારત સામેની શ્રેણીમાં સારો દેખાવ કરીને ટી-૨૦ વર્લ્ડ કપ માટે દાવેદારી નોંધાવશે.

ભારતીય ટીમ : રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, રિષભ પંત (વિ.કી.), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, બુમરાહ, કુલદીપ યાદવ, સમી, સૈની, શાર્દુલ ઠાકુર અને ચહલ.

ન્યૂઝીલેન્ડની ટીમ : કોલીન મુનરો, મિટ્શેલ, વિલિયમસન (વિ.કી.), ગપ્ટિલ, ટેલર, બુ્રસ, ડે ગ્રાન્ધોમ, સાન્ટનેર, કુગ્લીસન, સેઈફેર્ટ (વિ.કી.), ટિક્નેર, બેનેટ્ટ, ઈશ સોઢી, સાઉથી.

Read Also

Related posts

કોરોનાકાળમાં યોજાયા અનોખા લગ્ન : સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતી પ્રજ્ઞાચક્ષુ યુવતીના લગ્ન થયા 3 ફૂટના શિક્ષક સાથે

Nilesh Jethva

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!