GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

જે ટીમ દબાણમાં આવ્યા વિના રમશે તેનો હાથ ઉપર રહેશે : વિરાટ કોહલી

સેમિફાઇનલમાં જે ટીમ દબાણમાં આવ્યા વિના અને ગણતરીપૂર્વક નીડર નિર્ણય લેશે તેને સફળતાની તક વધી જશે તેમ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું છે. ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપની સેમિફાઇનલમાં રમશે. વિરાટ કોહલીએ આ મેચ અગાઉ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ‘અમારી ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે અને આવતીકાલના મુકાબલામાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે આતુર છીએ.

નોકઆઉટ મેચનું અલગ પ્રકારનું જ દબાણ હોય છે. લીગ સ્ટેજમાં તમે એકાદ ભૂલ કરી શકો છો. પરંતુ નોકઆઉટમાં એકાદ ભૂલ પણ નિર્ણાયક બની શકે છે. બંને ટીમો પાસે આ પ્રકારની મેચમાં રમવાનો ખૂબ જ અનુભવ છે. અમારી ટીમમાંથી ઓપનરોએ સારી શરૂઆત અપાવી તો ત્રીજા ક્રમે કોઇ પણ બેટ્સમેન આક્રમક બેટિંગ કરવા માટે આવી શકે છે. અમારા બોલર્સે ખૂબ જ સારો દેખાવ કર્યો છે. લો સ્કોરિંગ મેચમાં અમારા બોલરોનો દેખાવ પ્રશંસનીય રહ્યો છે. ‘

ધોની અંગે કોહલીએ જણાવ્યું હતું કે, ‘ધોનીએ ભારતીય ટીમ માટે જે યોગદાન આપ્યું છે એના માટે અમે તેના કૃતજ્ઞા છીએ. ટીમના ઘણા ખેલાડીઓએ ધોનીના નેતૃત્વ હેઠળ જ કારકિર્દીનો પ્રારંભ કર્યો છે. ધોની માટે ટીમના દરેક પ્લેયર્સને ખૂબ જ આદર છે. એક સુકાની તરીકે હું જ્યારે પણ મૂંઝવણ અનુભવું ત્યારે ધોની હંમેશાં એ સમયને અનુરૂપ સલાહ આપે છે. ધોની સાથે આટલા વર્ષ રમવા મળ્યું તેનો આનંદ છે. ‘ 

ભારત પાંચ બોલર્સ સાથે જ સેમિફાઇનલમાં રમશે કે કેમ તેના અંગે કોહલીએ જણાવ્યું કે, ‘મને કોઇએ હમણા જ યાદ કરાવ્યું કે અંડર-૧૯ વર્લ્ડકપમાં મેં કેન વિલિયમસનની વિકેટ લીધી હતી. આ વખતે પણ જરૂર પડશે તો બોલિંગ કરવામાં મને સમસ્યા નથી.’

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!