GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

world cup 2019:ભારત- ન્યૂઝિલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ રદ, આવતીકાલે જ્યાંથી અટકી હતી ત્યાથી શરૂ થશે

ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર આજે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ચાલુ આઈસીસી વર્લ્ડ કપ 2019ના પહેલા સેમીફાઈનલ મેચ રોકવામાં આવી હતી. હવે વરસાદ રોકાય તેવી કોઈ સંભાવના દેખાતી ન હોવાથી મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આવતી કાલે બપોરે 3 વાગ્યો મેચ ફરીથી શરૂ થશે. આજે મેચ જ્યાથી રોકાઈ ત્યાથી જ આગળ ફરીથી કાલે શરૂ કરવામાં આવશે

મહત્વનુ છે કે જ્યારે મેચમાં વરસાદ આવ્યો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 46.1 ઓવરમાં 211 રનનો હતો. રોસ ટેલર (67) અને ટોમ લેથમ (3) ત્રણ રન સાથે રમી રહ્યા છે. ન્યૂઝીલેંડે આ મેચમાં ટૉસ જીતતા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી શક્યા નથી.

ઈંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલા ક્રિકેટ વિશ્વકપની આજે પ્રથમ સેમીફાઈનલની મેચ છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ મેચ પર સમગ્ર દેશની નજર છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ 16 વર્ષ બાદ સેમીફાઈનલમાં આમને-સામને છે.  બન્ને ટીમ વર્લ્ડ કપની દાવેદાર છે. પરંતુ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનની બેટિંગના કારણે વિરોધી દેશ પણ ડરી. રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિના બેટ્સમેને ફોર્મમા છે. જ્યારે ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર પર ટીમની બોલિંગનો ભાર રહ્યો છે.

  • ક્રિકેટ વિશ્વકપ ૨૦૧૯માં આજે પ્રથમ સેમીફાઈનલ
  • ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો
  • ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં સેમીફાઈનલનો મુકાબલો
  • વરસાદના કારણે મેચ રદ થાય તો ટીમ ઈિન્ડયાનો ફાઈનલમાં સીધો પ્રવેશ

સટ્ટાબજારમાં ટીમ ઇન્ડિયા હોટ ફેવરિટ

ક્રિકેટની મેચ અને ખેલાડીના દેખાવ પર સત્તાવાર રીતે સટ્ટો લેતી વેબસાઇટ્સ અને બુકીઓના મતે ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે. તેઓના મતે ઈંગ્લેન્ડ બીજા નંબરે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ચોથા ક્રમે વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.

લેડબ્રોક્સના નામની વેબસાઇટમાં ભારત જીતશે તેના પર શરત લગાવનારને ૧૩/૮, ઈંગ્લેન્ડ માટે ૧૫/૮, ઓસ્ટ્રેલિયા માટે ૧૧/૪ અને ન્યુઝીલેન્ડ માટે ૮/૧નો ભાવ ચાલે છે. જેની ચેમ્પિયન બનવાની ભાવની રીતે સંભાવના વધુ તેના પર રકમ લગાવનારને વળતર ઓછું મળે જેમ સટ્ટો ખેલનાર શક્યતા ધરાવતી ટીમ પર રકમ મુકે તો અને તે જીતે તો તેનું વળતર અનેકગણું વધી જાય છે.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!