રોહિત શર્મા અને શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન ડે મેચમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે 25 ઓવરમાં 205 રનની જોરદાર શરૂઆત અપાવી દીધી છે. રોહિત અને ગીલ બંને ઓપનરોએ સદી ફટકારી છે. ભારતના બંને ઓપનરો એક પછી એક ઓવરમાં સદી ફટકારીને આઉટ થયા છે. શુભમન ગીલે શ્રેણીમાં બીજી સદી ફટકારી છે.

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલની ધમાકેદાર મેચ જોવા મળી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ મેદાનની ચારેકોર ફોર-સિક્સ કરી પ્રેક્ષકોને ખુશ કરી દીધા છે. રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી તેની 30મી સદી પૂરી કરી છે. દરમિયાન રોહિત શર્માએ 6 સિક્સ અને 9 ફોર સાથે 85 બોલમાં 101 રન ફટકારી આઉટ થયો છે. રોહિતને ન્યુઝીલેન્ડના બોલર બ્રેસેવેલે બોલ્ડ આઉટ કર્યો છે. આ સાથે શુભમન ગીલ અને રોહિત શર્મા વચ્ચે ધમાકેદાર 212 રનની પાર્ટનરશીપ થઈ હતી.
Shubman Gill's glorious form in ODI cricket continues 🔥#INDvNZ | 📝: https://t.co/xoiYn9WEgR pic.twitter.com/XObdobmfQf
— ICC (@ICC) January 24, 2023
શુભમન ગીલ 112 રન બનાવી આઉટ થયો છે. ગીલ બ્લેર ટિકનરની બોલિંગમાં ડેવોન કોનવેને કેચ આપી બેઠો હતો. ગીલે 5 સિક્સ, 13 ફોર સાથે 78 બોલમાં 112 રન ફટકાર્યા હતા. આ સાથે ભારતની 230 રને બીજી વિકેટ પડી છે.
શુભમન ગીલની ચોથી સદી
શુભમન ગીલ પણ શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન શુભમન ગીલે પણ 4 સિક્સ અને 13 ફોર સાથે 73 બોલમાં 103 રન ફટકારી સદી પુરી કરી છે. આ સાથે તેણે ODI ક્રિકેટ કારકિર્દીની ચોથી સદી પુરી કરી છે.
- ભારતનો સ્કોર : 25 ઓવરમાં 205/0
- ભારતનો સ્કોર : 20 ઓવરમાં 165/0
- ભારતનો સ્કોર : 15 ઓવરમાં 128/0
- ભારતનો સ્કોર : 10 ઓવરમાં 82/0
- ભારતનો સ્કોર : 05 ઓવરમાં 31/0
ODI century No. 3⃣0⃣ for the Indian skipper 👏#INDvNZ | 📝: https://t.co/61sExvvUrq pic.twitter.com/h3UNIihQ03
— ICC (@ICC) January 24, 2023
Toss news from Indore 📰
— ICC (@ICC) January 24, 2023
New Zealand have elected to field in the third #INDvNZ ODI! pic.twitter.com/8xyGUFiMZE
શુભમન ગીલ પણ શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન શુભમન ગીલે પણ 4 સિક્સ અને 13 ફોર સાથે 73 બોલમાં 103 રન ફટકારી સદી પુરી કરી છે. આ સાથે તેણે ODI ક્રિકેટ કારકિર્દીની ચોથી સદી પુરી કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય