GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

INDvNZ: આ ધાકડ ખેલાડી ઇજાગ્રસ્ત, વિવાદ બાદ હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડિયામાં વાપસી

શાનદાર ફોર્મમાં રહેલા વિકેટકીપર બેટ્મેન મહેન્દ્ર સિંહ ધોની ઇજાગ્રસ્ત થતાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રીજી વન ડેમાં નહી રમી શકે. ધોનીના સ્થાને ટીમ ઇન્ડિયાએ સોમવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ મોનગનુઇમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે. પંડ્યાને વિજય શંકરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભારતીય ટીમને વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની કમી નડશે.

ધોનીને હેમસ્ટ્રિંગમાં દુખાવો છે, જેના કારણે એ ત્રીજી વનડેમાં રમશે નહીં. એની જગ્યાએ દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો છે. ત્રીજી વનડે પહેલા આવું 6 વર્ષ પહેલા 2013માં થયું હતું. ત્યારે વેસ્ટ ઇન્ડિઝમાં થયેલા ત્રિકોણીય શ્રૃંખલાની ત્રણ મેચોથી ધોની બહાર થયો હતો. ત્યારે પણ એની નસો ખેંચાવવાની સમસ્યા હતા. આ પહેલા 2007માં ધોની આયરલેન્ડ અને સાઉથ ઓફ્રિકા બંને વનડે મેચોથી બહાર થયો હતો. ત્યારે એને વાયરલ તાવ હતો.

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને એક લોકપ્રિય ટીવી શો કોફી વિધ કરણમાં આપત્તિજનક નિવેદન આપવાના કારણે નિલંબિત કરી દેવામાં આવ્યો હતો. બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસથી સ્વદેશ મોકલી દેવામાં આવ્યા હતા. જો કે ગત સપ્તાહે બંનેનુ નિલંબન હટાવી દીધુ હતું.

પંડ્યાને ગત વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન ઇજા પહોંચી હતી. ત્યારબાદથી એ ક્રિકેટ એક્શનથી દૂર છે. પૂરી ફિટનેસ મેળવ્યા બાદ પંડ્યા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાથી જોડાયો.


પંડ્યાની હાજરીથી મિડિલ ઓર્ડર મજબૂત થાય છે અને ટીમ ઇન્ડિયાને ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ મદદ મળે છે. કેપ્ટન વિરાટ કોહલી ઘણી વખત આ વાતનો સ્વિકાર કરી ચૂક્યો છે. પંડ્યાને વિજય શંકરના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે. શંકરે અત્યાર સુધી કંઇ એવું કરી નથી દેખાડ્યું જે પંડ્યાએ કર્યુ છે.

કૉફી વિથ કરણમાં થયેલા વિવાદ બાદ પંડ્યા અને કેએલ રાહુલના એપિસોડને હૉટસ્ટારે હટાવી દીધો હતો. આ શૉમાં પંડ્યા અને રાહુલે રિલેશનશીપ્સ, ક્રશ, મનપસંદ ફિલ્મ, એક્ટર અને એક્ટ્રેસ વિશે વાત કરી હતી. જ્યાં રાહુલે પોતાના શબ્દોની પસંદગી પર ધ્યાન આપ્યું હતું જ્યારે પંડ્યાએ ખુલીને પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી, જેને લઇને મોટો હોબાળો થયો હતો.

Read Also

Related posts

26 વર્ષ પહેલા લગ્ન કરવાનો હતો સલમાન ખાન: અણીના સમયે આ અભિનેત્રીએ કહ્યું, સલમાન લગ્ન કરવાને લાયક નથી !

Pravin Makwana

બિહારમાં ભાજપને લાગશે ઝટકો, કોરોનામાં ચૂંટણી ના યોજવા માટે RJD અને LJP એકમત થયા

Mansi Patel

ભુજમાં મેઘો મહેરબાન : બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી જતા શહેરના માર્ગો પાણીમાં ગરકાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!