GSTV
Home » News » INDvNZ: ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત, નંબર-4 પર કોણ? કોહલી માટે સૌથી મોટો સવાલ

INDvNZ: ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત, નંબર-4 પર કોણ? કોહલી માટે સૌથી મોટો સવાલ

ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી ચુકેલી ટીમ ઇન્ડિયા હવે હેમિલ્ટનમાં વિજયી ચોગ્ગો લગાવવા સજ્જ છે. 10 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ તેમની જ ધરતી પર જઇને ભારતે વન-ડે સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આગામી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.

ભલે ટીમ ઇન્ડિયાએ સીરીઝ પોતાના નામે કરી લીધી છે પરંતુ હજું પણ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરની ગુત્થીનો કોઇ નિવેડો આવ્યો નથી. ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં જીત મેળવ્યાં બાદ સ્વીકાર્યુ કે ટીમ મેનેજમેન્ટ નંબર 4 ક્રમ પર બેટ્સમેનની તલાશની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસ કરી રહી છે.

જ્યારે બીજી બાજુ પૂર્વ કપ્તાન ધોનીને માંસપેશિયોમાં ખેંચાણ થવાને કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં તેમની ગેરહાજરી જોવા મળી હતી. તેટલા માટે જ સોમવારે માઉંટ માઉંગાનુઇમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં દિનેશ કાર્તિક વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે જો ચોથી મેચમાં પણ જો ધોનીની ગેરહાજરી જોવા મળશે તો ટીમ માટે તે નુકસાન કારક સાબિત થઇ શકે છે.

હાલ ભારતીય ટીમમાં નંબર 4 પર કોણ રમશે તેને લઇને ખૂબજ સસ્પેંસ ચાલી રહ્યું છે. જોકે અગાઉ નંબર 4 ને લઇને રોહિત શર્મા પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમના મતે નંબર 4 પર ધોની એકદમ બરાબર સેટ થઇ શકે છે. જોકે આ મામલે કપ્તાન કોહલીનું કહેવું છે કે નંબર 4 માટે હજી પણ ટીમ ખેલાડીને શોધી રહી છે.

ભારતીય ટીમ દ્વારા આ નંબર પર અલગ-અલગ ખેલાડીઓને રમાડી ચૂકવામાં આવ્યા છે જેમાં અંબાતી રાયુડૂ, દિનેશ કાર્તિક, ધોની અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

શુભમન ગિલને મળશે તક?

પ્રાપ્ત અહેવાલ મુજબ શ્રેણીની છેલ્લી બે મેચમાં ટીમમાં નાના-મોટા બદલાવ થઇ શકે છે. ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયા આ વખેત તેની બેંચ સ્ટ્રેંથનો ઉપયોગ કરી શકે છે. દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર ઇચ્છે છે કે ટીમમાં 19 વર્ષીય ખેલાડી શુભમન ગિલને સામેલ કરવામાં આવે.

હાલ ટીમ ઇન્ડિયા માટે નંબર 4 ખાલી છે અને આ નંબર પર શુભમ ગિલને રમતા જોવાની ઇચ્છા સુનિલ ગાવસ્કરની છે. તેમનું કહેવું છે કે તેને આ સ્થાન પર રમવા દેવો જોઇએ. જેથી ખબર પડે કે તે તકનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કેવી રીતે જૂએ છે.

શુભમન ગિલ ભારતની અંડર-19 ટીમનો ભાગ હતો કે જેણે વિશ્વકપ જીત્યો હતો. ગયા વર્ષે તેણે આ વિશ્વકપમાં ત્રીજા નંબર પર રમનીને 418 રન બનાવ્યા હતા અને આ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીના રૂપે ઉભરી આવ્યો. બીજી બાજુ બ્રેક પર જતાં પહેલાં વિરાટ કોહલીએ યુવા શુભમન ગિલના ભરપેટ વખાણ કર્યા હતા. વિરાટે સ્વીકાર્યુ કે યુવા શુભમનને નેટ્સ પર બેટિંગ કરતા જોઇને તેણે અનુભવ્યું કે જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે આ બેટ્સમેનની સરખામણીમાં 10 ટકા પણ પ્રતિભા તેનામાં ન હતી.

Read Also

Related posts

અમેરિકાના ન્યૂજર્સીમાં શૂટઆઊટ, પોલીસકર્મી સહિત 6 લોકોનાં મોત

Mayur

ISRO ફરી રચશે ઈતિહાસ : સૌથી તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ કરેશે લોન્ચ

Mayur

‘દીપડે કો પકડનાં મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ !’ સત્તત ચાર દિવસ બાદ પણ વનવિભાગના હાથમાં કંઈ ન આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!