GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

World cup 2019: રદ્દ થઇ શકે છે ભારતની આગામી મેચ, ન્યૂઝીલેન્ડ સામે થવાનો હતો મુકાબલો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુરુવારે ટ્રેન્ટ બ્રિજમાં રમાવા જઇ રહેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પર વરસાદના વાદળો મંડરાઇ રહ્યા છે. હવામાનના પૂરવાનુમાન અનુસાર ગુરુવારે બપોર બાદ વરસાદની સંભાવના ઓછી છે અને તેવામાં ઓછા ઓવરોની મેચ રમાઇ શકે છે.

icc world cup coverage

ઇંગ્લેન્ડમાં ગત બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને સ્થાનિક હવામાન વિભાગે લોકોને ચેતવણી પણ આપી છે. સ્થાનીક વેબસાઇટ ‘નોર્ટિંઘમપોસ્ટ’ની ખબર અનુસાર, આ અઠવાડિયાના મોટાભાગના સમય માટે નોર્ટિંઘમ ક્ષેત્રમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

નોર્ટિંઘમના સ્થાનિક હવામાન પૂર્વાનુમાન અનુસાર બુધવારે સાંજે સાત વાગ્યા સુધી ભારે વરસાદની આશંકા છે. વેબસાઇટ અનુસાર, ગુરુવારે બપોર સુધીમાં હળવો વરસાદ થશે. આ દરમિયાન મહત્તમ તાપમાન 13 અને લઘુત્તમ તાપમાનના 10થી 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

જણાવી દઇએ કે વર્લ્ડ કપ 2019 ટીમ ઇન્ડિયાએ પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાના બંને મુકાબલામાં શાનદાર જીત મેળવી છે. વર્લ્ડ કપના પહેલા મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલા ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને સતત બીજી જીત પોતાના નામે કરી છે.

Read Also

Related posts

ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં મચી અફરાતફરી, આગમાં એક ભડથું

Bansari

જન્માષ્ટમી 2020: આજના શુભ દિવસે કયા રાશિજાતકોનું રહેશે કેવું ભવિષ્ય, જાણો ફ્કત એક ક્લિકે

pratik shah

સુરતમાં કોરોના અનબ્રેકેબલ, જાણો 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલા લોકો થયા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!