GSTV

ભારત વિશ્વકપમાંથી બહાર : જાડેજાની લડાયક ઇનિંગ પણ ન જીતાડી શકી, કરોડો ચાહકો નિરાશ

Last Updated on July 11, 2019 by Mayur

ભારતની આખરે જીતની બાજી હારમાં પલટાઈ ગઈ છે. ધોની અને જાડેજાએ 100 રનથી વધારે ભાગીદારી કરતાં ભારત જીતની નજીક આવી ગયું હતું. છેલ્લી ઓવરોમાં રનરેટ વધારવામાં ધોની અને જાડેજાની ઇનિંગનો અંત આવતાં ભારત વિશ્વકપમાંથી બહાર થઈ ગયું છે. જાડેજાની લડાયક ઇનિંગ ફેલ ગઈ છે. ભારતની 18 રનથી હાર થઈ છે. આજની મેચ ભારે રસાકસી ભરી રહી હતી. એક તબક્કે જાડેજા અને ધોનીની રમત સમયે ભારત જીતી જશે એવી તમામ ભારતીયોને આશા બંધાઈ હતી. જે નિરાશામાં ફેરવાઈ છે. ન્યૂઝિલેન્ડ સતત બીજીવાર વિશ્વકપની ફાયનલમાં પહોંચ્યું છે. ભારતનો આમ વિશ્વકપમાંથી અણધાર્યો અંત આવતાં કરોડો ફેન્સ હતાશ થઈ ગયા છે.

100 રનની જાડેજા અને ધોની વચ્ચે ભાગીદારી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી સેમીફાઇનલની મેચ મંગળવારે વરસાદના કારણે અધૂરી જ રહી ગઇ હતી જે બાદ આજે રિઝર્વ ડે માં આ મેચ રમાઇ રહી હતી. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 50 ઓવરોમાં 239/8નો સ્કોર ઉભો કર્યો હતો. જાડેજાની છક્કાવાળીએ ફરી એકવાર દેશમાં જીતની આશા જગાવી હતી. જાડેજાએ આક્રમક રમત દાખવતાં ન્યૂઝિલેન્ડ પણ હતાશ થઈ ગયું હતું. ક્રિકેટમાં હાર અને જીત છેલ્લાં બોલ સુધી અનિશ્વિત હોવાથી હાલની મેચમાં ભારે રસાકસી જામી હતી. જાડેજાની છક્કાવાળીથી આખી મેચની બાજી પલટાઈ ગઈ હતી. ભારત માટે હારની સ્થિતિ જાડેજાએ બદલી નાખી અને જીત સુધી લાવી દીધી હતી. ભારતે એક તબક્કે શરૂઆતમાં જ વિકેટો ગુમાવતાં સર્જાયેલા પ્રેશરને જાડેજાએ દૂર કરી દીધું હતું. જાડેજાએ 4 છગ્ગા અને 4 ચોક્કા ફટકાર્યા હતા. જાડેજાએ મજાક- મજાકમાં પણ મેળવેલી સરની ઉપાધી આજે સાચી હોય તેવો અહેસાસ હાલમાં દરેક ભારતીયના મનમાં થયો હતો. જાડેજા 77 રને આઉટ થતાં ભારતને મોટો ફટકો પડ્યો છે. ધોની અને જાડેજા વચ્ચે 100 રનથી વધારેની ભાગીદારી થઈ હતી. ધોની પણ 50 રને આઉટ થતાં ભારતની રહી સહી આશા પણ પૂર્ણ થઈ ગઈ હતી.

આજે કોહલીએ જાડેજાને રમાડીને સૌથી મોટી બાજી રમી છે. જેમાં તે સફળ રહ્યો છે. જાડેજાને વિશ્વકપમાં ના રમાડાતાં અનેકવાર આ બાબતે બીસીસીઆઈ ટીકાનો ભોગ બની ચૂકી છે. જાડેજા એ વિશ્વ કપમાં રમવાનો પ્રબળ દાવેદાર હોવાનું તેને સાબિત કરી દીધું છે.

ટીમ ઇન્ડિયાના 100 રન પૂરા

33મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાની સિક્સર સાથે ભારતના 100 રન પૂરા થયા છે. 33 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 106/6 છે. હવે 102 બોલમાં ટીમ ઇન્ડિયાને134 રનની જરૂર છે.

ભારતને છઠ્ઠો ઝાટકો

31મી ઓવરમાં ટીમ ઇન્ડિયાને છઠ્ઠો ઝાટકો લાગ્યો છે અને હાર્દિક પંડ્યા 32 રન પર આઉટ થઇ ગયો. તેને સ્પિનર સેંટનરે શિકાર બનાવ્યો.

ભારતને 6.52ના રેટથી બનાવવા પડશે રન

પંતના આઉટ થયાં બાદ મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર છે. 25 ઓવર બાદ ભારતનો સ્કોર 77/5 છે. અહીં ટીમને 6.52ના રેટથી રન બનાવવા પડશે. હાલ ટીમ ઇન્ડિયા 3.08ના રેટથી રન બનાવી રહી છે. ધોની અને પંડ્યા ક્રીઝ પર છે.

પંત 32 રન બનાવીને આઉટ

પંડ્યા સાથે 47 રનની પાર્ટનરશીપ બાદ ઋષભ પંત 32 રનના અંગત સ્કોર પર મોટો શૉટ ફટકારવા જતાં આઉટ થઇ ગયો છે. તે સેંટનરનો શિકાર બન્યો.

20 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર

હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે મળીને 20 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 70 સુધી પહોંચાડી દીધો છે.

પંત-પંડ્યા પર આશા

હાલ હાર્દિક પંડ્યા અને ઋષભ પંત પર ટીમ ઇન્ડિયાની આશા છે. ટીમ ઇન્ડિયાએ 50 રન પૂરા કર્યા.

ટીમ ઇન્ડિયાને 5.62ના રન રેટની જરૂર

હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની આ જોડીને એક મજબૂત પાર્ટનરશીપની જરૂર છે. તેમણે ધીરે-ધીરે રન રેટ પણ રોટેટ કરવો પડશે. ટીમ ઇન્ડિયાએ મેચ જીતવા માટે હાલ 5.62ના રન રેટની જરૂર છે. 15 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 43/4 છે. આ ઓવરમાં ફક્ત 1 જ રન મળ્યો છે.

12 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર

ટીમ ઇન્ડિયાને એક પછી એક ચાર ઝાટકા લાગ્યા બાદ હવે 12 ઓવરના અંતે સ્કોર 34 રન છે.

ટીમ ઇન્ડિયાને મોટી પાર્ટનરશીપની જરૂર

કાર્તિકના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા ક્રીઝ પર ઉતર્યો છે. અહીં મેચમાં વાપસી માટે ટીમ ઇન્ડિયાએ મોટી પાર્ટનરશીપ કરવી પડશે.

6 રન બનાવીને દિનેશ કાર્તિક આઉટ

ટીમ ઇન્ડિયાને ચોથો ઝાટકો લાગ્યો છે. મેટ હેનરીના બોલ પર દિનેશ કાર્તિક કેચ આઉટ થઇ ગયો. કાર્તિકે 25 બોલ પર 6 રન બનાવ્યા.

20 બોલ બાદ ખુલ્યુ કાર્તિકનું ખાતુ

20 બોલ રમ્યા બાદ દિનેશ કાર્તિકે ચોગ્ગો ફટકારીને પોતાનુ ખાતુ ખોલ્યુ. દિનેશ કાર્તિકે 22 બોલ રમીને 6 રન બનાવ્યા. 9 ઓવર બાદ ભારતનો સ્કોર 19/3 છે.

5 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર

5 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કોર 6/3 છે. દિનેશ કાર્તિક અને ઋષભ પંત ક્રીઝ પર છે.

ટીમ ઇન્ડિયાને ત્રીજો ઝાટકો

ટીમ ઇન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. રોહિત અને કોહલી બાદ કેએલ રાહુલ પણ પેવેલિયન પરત ફર્યો છે.

રોહિત બાદ કોહલી પણ આઉટ

ટ્રેંટ બોલ્ટના બોલ પર કોહલી એલબી ડબલ્યુ આઉટ થયો. કોહલી ફક્ત એક જ રન બનાવી શક્યો. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

રોહિત શર્મા 1 રન પર આઉટ

હેનરીએ પોતાની પહેલી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો આપ્યો છે. તેણે રોહિત શર્માને એક જ રનના સ્કોર પર આઉટ કર્યો.

Read Also

Related posts

મોટા સમાચાર / આ ભારતીય સ્ટાર બેટ્સમેન ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર, નેટ સેશન દરમિયાન માથામાં ઇજા થઇ

Zainul Ansari

Tokyo Olympic 2020 : ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલ માટે ક્વોલિફાય, હવે મેડલ માટે મુકાબલો

Vishvesh Dave

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!