GSTV

IND Vs NZ : ન્યુઝીલેન્ડે જીત્યો ટૉસ, ટીમ ઇન્ડિયા પહેલાં કરશે બોલીંગ

Last Updated on July 9, 2019 by Bansari

માનચેસ્ટરમાં રમાનાર આઇસીસી વર્લ્ડ કપના પહેલા સેમીફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત જ્યાં આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ફક્ત એક હાર સાથે સેમીફાઇનલ સુધી પહોંચ્યું છે ત્યાં ન્યૂઝીલેન્ડને લીગ સ્તર પર સતત ત્રણ હાર મળી છે.

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લીગ સ્તર પર મુકાબલો વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આ જ રીતે આજના મુકાબલા પર પણ વરસાદનું સંકટ છે. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે 8 વાર ટક્કર થઇ છે જેમાં 4 વાર ન્યૂઝીલેન્ડ અને 3 વાર ભારત જીત્યુ છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું.

ન્યૂ ઝીલેન્ડ

માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લેથમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કોલિન ડી ગ્રાન્ડહામ, મિશેલ સેંટનર, લોકી ફર્ગ્યુસન, મેટ હેન્રી, ટ્રેન્ટ બોલ્ટ

ભારત

લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), રીષભ પંત, એમ.એસ. ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યજવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ

વરસાદ બની શકે છે વિલન

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાનારી સેમીફાઈનલમાં ફરી એક વખત વરસાદ વિલન બને તેવી સંભાવના છે.

આજે ભારતીય સમય પ્રમાણે બપોરે 3 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થશે. કરોડો ચાહકો ભારત ફાઈનલમાં પહોંચે તેવી આશા રાખીને બેઠા છે ત્યારે માન્ચેસ્ટરના હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેચમાં વરસાદ વિલન બની શકે છે. આજે મોટાભાગે વાદળછાયુ વાતાવરણ રહેશે. માન્ચેસ્ટરના સમય પ્રમાણે સવારે 10 વાગ્યે ટોસ થશે પણ આ જ સમયગાળા દરમિયાન વરસાદ પડવાના 40 ટકા ચાન્સ છે. આ સંજોગોમાં મેચ મોડી શરૂ થાય તેવુ પણ બની શકે છે.

જો મેચ વરસાદના કારણે અધવચ્ચે રોકવી પડે તો રિઝર્વ ડેના દિવસે મેચ રમાશે અને મેચ જ્યાંથી અધુરી રહશે ત્યાંથી જ શરૂ થશે. જો રિઝર્વ ડેના દિવસે એટલે કે 10 જુલાઈએ પણ મેચના રમાય તો જે ટીમના લીગ મેચમાં વધારે પોઈન્ટ હશે તે ટીમ ફાઈનલમાં પહોંચશે. એ રીતે જોવામાં આવે તો વરસાદ મેચ ધોઈ નાંખે તો ભારત ફાઈનલમાં પહોંચશે.

11 જુલાઈએ પણ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં વરસાદનો ખતરો છે. જો આ મેચ ધોવાઈ જાય તો ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચશે.

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!