INDIA VS NZ : 6,6,6 હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડની કમર ભાંગી નાખી

ભારતે ન્યૂઝિલેન્ડને જીતવા માટે 253 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે છેલ્લી ઓવરોમાં વિસ્ફોટક બેટીંગ કરી હતી. અને ન્યૂઝિલેન્ડને 253 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે પોતાની ઈનિંગમાં 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા છે. રાયડૂએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 90 રન ફટકાર્યા છે. જ્યારે વિજય શંકરે 45 જેણે રાયડુ સાથે મળી 98 રનન પાર્ટનરશીપ કરી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી મેટ હેનરીએ ચાર વિકેટ અને ટ્રેટ બોલ્ટે ત્રણ વિકેટ લઈ ભારતીય ટીમની મુસીબતોમાં વધારો કર્યો હતો. બીજી તરફ જેમ્સ નિશામને 1 વિકેટ મળી હતી.

ભારતીય ઈનિંગમાં મેચનો હિરો હાર્દિક પંડ્યા રહ્યો હતો. ભારતીય ટીમની ઈનિંગ દરમિયાન હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રન ફટકાર્યા હતા. જેના કારણે જ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે સન્માનજનક સ્કોર સુધી પહોંચી ચૂકી હતી. વિવાદમાંથી ઉગરીને આવેલા હાર્દિક પંડ્યાએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતા વર્લ્ડ કપ માટે પણ ખૂદને દાવેદાર સાબિત કર્યો હતો.

જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને મહત્વપૂર્ણ મેચ વેલિંગ્ટનમાં રમાય રહી છે. આ પહેલા રમાયેલી ચોથી વનડેમાં ન્યુઝીલેન્ડની ટીમ ફોર્મમાં આવી જતા ભારતીય ટીમને ખૂબ ઓછા સ્કોરમાં ઓલઆઉટ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયા આ સિરીઝ ઓલરેડી જીતી ચૂકી છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની શાખ બચાવવા માટે અને બંન્ને મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતી પહેલી બેટીંગ લીધી હતી. ભારત તરફથી ગત્ત મેચમાં ગેરહાજર રહેલ મહેન્દ્ર સિંહ ધોનીનું આ મેચમાં પુનરાગમન થયું હતું. જેના કારણે દિનેશ કાર્તિકને બહાર બેસવાનો વારો આવ્યો હતો. આ સિવાય ભારતીય ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા હતા. કુલદિપ યાદવ અને ખલીલ અહેમદના સ્થાને વિજય શંકર અને મોહમ્મદ શમીને શામિલ કરવામાં આવ્યા હતા.

તો ન્યૂઝિલેન્ડની ટીમમાં માર્ટિન ગુપ્ટિલને ખરાબ ફોર્મના કારણે બહાર બેસવાનો વારો આવ્યો હતો જેને કોલિન મુનરોએ રિપ્લેસ કર્યો હતો. જો કે ગુપ્ટિલને ફોર્મના કારણે નહીં પણ તેની ઈજાના કારણે મેચમાંથી બહાર થવું પડ્યું હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter