GSTV
Home » News » INDvNZ: ભારતને ત્રીજો ઝટકો, કોહલી આઉટ

INDvNZ: ભારતને ત્રીજો ઝટકો, કોહલી આઉટ

ન્યૂઝીલેન્ડે આપેલા 244 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 23 ઓવર બાદ એક વિકેટના નુકસાન પર 177 રનનો સ્કોર ઉભો કરી લીધો છે. ભારતને વિરાટ કોહલીના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. કોહલી 60 રન બનાવીને આઉટ થઇ ગયો છે. વિરાટ કોહલીએ પોતાના કારકિર્દીની 49મી અડધી સદી ફટકારી છે.

મિચેલ સેંટનરે રોહિત શર્માને આઉટકરીને ભારતને બીજો મોટો ફટકો આપ્યો છે. રોહિત શર્મા 77 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સની મદદથી 62 રન બનાવી સ્ટમ્પ આઉટ થયા હતા. રોહિત શર્માએ આઉટ થવાથી બચવા માટે કૂદકો પણ માર્યો હતો. જોકે, ટોમ લાથમની ફૂર્તી આગળ રોહિતનો કૂદકો ફીકો પડ્યો હતો અને તે સ્ટમ્પ આઉટ થયો હતો.રોહિત શર્માએ પોતાની કારકિર્દીની 39માં અડધી સદી પૂરી કરી લીધી છે.

  ન્યૂઝીલેન્ડે આપેલા 244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે રોહિત શર્મા અને શિખર ધવન મેદાનમાં ઉતર્યા હતા. શરૂઆતમાં જ બંને બેટ્સમેનોએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. જોકે, 10મી ઓવરમાં ભારતને શિખર ધવનના રૂપમાં પહેલો ફટકો પડ્યો હતો. શિખર ધવન 28 રન બનાવીને આઉટ થયો હતો.

ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ મેદાનમાં ઉતરેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની શરૂઆત નબળી રહી હતી. જોકે, ત્રણ વિકેટ બાદ ટેલર લાથમે બાજી સંભાળી લીધી હતી. ત્યારબાદ ભારતીય બોલરો વિકેટ પાડવા માટે વલખાં મારતા હતા. જોકે, એક તબક્કે ભારતીય બોલરોને એક પછી એક સફળતા મળવા લાગી હતી. આમ ભારતે 243 રનમાં ન્યૂઝીલેન્ડને ઓલ આઉટ કર્યું છે. જેથી મેચ જીતવા માટે ભારતની ટીમને 244 રનનો લક્ષ્યાંક સર કરવો પડશે.


શમીએ પોતાની આઠમી ઓવરમાં ત્રણ રન આપીને એક વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ રોસ ટેલરને શદી પુરી કરવા ન દીધી. ટેલરે 106 બોલમાં નવ ફોરની મદદથી 93 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકિપર દિનેશ કાર્તિકે આ ઇનિંગમાં ચોથો કેચ પકડ્યો છે.

હાર્દિક પંડ્યાએ મિચેલ સેટનરને દિનેશ કાર્તિકના હાથે કેચ કરાવીને પોતાની બીજી વિકેટ લીધી હતી. જ્યારે ટીમ ન્યૂઝીલેન્ડને છઠ્ઠો ફટકો પડ્યો હતો. સેન્ટનર ત્રણ રન બનાવીને આઉટ થયો છે. આમ ભારે મથામણ બાદ ભારતીય બોલરો ફરીથી મેચ ઉપર મજબૂત સ્થિતિમાં નજરે ચડે છે.

કેદાર જાધવની ઓવરમાં સતત બે ફોર લગાવીને રોસ ટેલરે પોતાની ફિફ્ટી પૂરી કરી છે. ટેલર અને લાથમની મજબૂત ભાગીદારીના કારણે ભારતીય બોલરો વિકેટ લેવા માટે વલખાં મારી રહ્યાં છે. ત્રણ વિકેટના નુકસાન બાદ ન્યૂઝીલેન્ડના ટેલર અને લાથમે મેચને સંભાળી છે. બંને ખેલાડીઓએ દમદાર બેટિંગ કરી રહ્યા છે. આમ બંનેના દામ સાથે ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 રનને પાર થયો છે

ન્યૂઝીલેન્ડની શરૂઆત નબળી રહી છે. ભારતના બોલરો સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો નબળા સાબિત થઇ રહ્યા છે. ભારતે એક પછી એક એમ ત્રણ વિકેટો લેવામાં સફર રહ્યું છે. ત્રણ વિકેટો ગુમાવીને ન્યૂઝીલેન્ડે 67 રન બનાવ્યા છે. ચહલે પોતાની ચોથી ઓવરના બીજા બોલમાં કેન વિલિયમસનને આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ કેન વિલિયમસનનો કેચ પકડીને તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. કેને 48 બોલમાં ચાર ફોરનની મદદથી 28 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મોનગાનુઇમાં પાંચ વનડે મેચની શ્રેણી ની ત્રીજી મેચ રમાઇ રહી છે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી છે. કારણ કેર આ મેચ જીતીને વિરાટ સેના આ શ્રેણીને પોતાના નામે કરી દેશે. એટલું જ નહીં આ મેચ દરમિયાન વિરાટ કોહલી છેલ્લીવાર મેચ રમતા નજર આવશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીને શ્રેણીની છેલ્લી બે વનડે અને ત્રણ ટી-20માં આરામ આપવામાં આવ્યો છે.

મેચમાં હાર્દિક પંડ્યા ઉપર દરેકની નજર છે. આ ઉપરાં ફિલ્મકાર કરન જોહરના ટીવી શો ઉપર મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ અસ્થાઇ રુપથી પ્રતિબંધનો સામનો કર્યા પછી ટીમમાં પરત ફર્યા છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી શરૂ થયા પહેલા એ સ્વીકાર કર્યો હતો કે, હાર્દિકની હાજરી ટીમને મજબૂતી અને સંતુલન આપશે. પંડ્યા છઠ્ઠા નંબર ઉપર બેટિંગ રવા સક્ષમ છે.ઉલ્લેખનીય છે કે, સતત બે મેચ હાર્યા પછી મેજબાન ન્યૂઝીલેન્ડ ટીમ સતત દબાણમાં છે. સંભવ છે કે કેપ્ટન કેન વિલિયમસન ત્રીજી વનડે મેચ જીતવા પોતાની ટીમમાં કેટલાક ફેરફાર કરીને મેદાનમાં ઉતરશે. છેલ્લી મેચમાં હારીને તેઓ આ શ્રેણી ગુમાવવા માંગતા નથી.

શાનદાર ફોર્મમાં રહેલા વિકેટકીપર બેટ્મેન મહેન્દ્ર સિંહ ધોની ઇજાગ્રસ્ત થતાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રીજી વન ડેમાં નહી રમી શકે. ધોનીના સ્થાને ટીમ ઇન્ડિયાએ સોમવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ મોનગનુઇમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે. પંડ્યાને વિજય શંકરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભારતીય ટીમને વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની કમી નડશે.

બંને દેશની ટીમો
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કર્તિક, વિજય શંકર, શુભમાન ગિલ, યુજવેન્દ્ર ચહલ, કુલ્દીપ યાદવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વરકુમાર, મોહંમદ સિરજ, ખલિલ અહમદ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા.

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટમ લેથમ, માર્ટીન ગુપ્ટીલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બોલ્ટ, હેનરી નિકોલ્સ, ડગ બ્રસવેલ, લોકી ફ્યુગર્સન, મેટ હેનરી, કોલિન મુનરો, ઇશ સોઢી, મિશેલ સેન્ટર અને ટિમ સાઉથી.

Read Also

Related posts

કોમનવેલ્થ ટેબલ ટેનિસ : ભારતની મેન્સ-વિમેન્સ ટીમની ગોલ્ડન સિદ્ધિ

Mayur

સ્લો ઓવર રેટ બદલ કેપ્ટનને પ્રતિબંધની સજા નહિ, ક્રિકેટરને માથામાં ગંભીર ઈજા થાય તો અવેજીને રમાડી શકાશે

Mayur

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!