GSTV

INDvNZ : 2nd T20: ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 159 રનનો ટાર્ગેટ

Last Updated on February 8, 2019 by Bansari

ઑકલેન્ડમાં રમાઇ રહેલી બીજી ટી-20 મેચમાં ભારતીય ટીમ સામે 159 રનનો ટાર્ગેટ છે. ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે નિરેધારિત 20 ઓવરમાં 158 રન બનાવ્યાં.

તેની પહેલાં ન્યૂઝીલેન્ડની શરૂઆત નિરાશાજનક રહી. બે ઓવર્સ બાદ ટીમનો સ્કોર ફક્ત પાંચ રન હતો. બેટ્સમેન પર તેનું પ્રેશર સ્પષ્ટપણે જોવા મળ્યુ. રનસ્પીડ વધારવાના પ્રયાસમાં ગત મેચના હિરો રહેલા ટીમ સીફર્ટ પોતાની વિકેટ ગુમાવી બેઠો. 12 બોલમાં 12 રન બનાવ્યા બાદ ભુવનેશ્વર કુમારના બોલ પર તેને ધોનીએ વિકેટની પાછળથી કેચ કર્યો.

તે બાદ પહેલાં સ્પિનર તરીકે કેપ્ટન રોહિત શર્માએ કૃણાલ પંડ્યા પર વિશ્વાસ મુક્યો. ઇનિંગની છઠ્ઠી ઓવર નાંખવા આવેલા પંડ્યાએ પોતાની પહેલી જ ઓવરમાં કમાલ કરી દેખાડ્યું. બીજા બોલ પર ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો (12 રન)ને રોહિત શર્માના હાથે કેચ કરાવ્યો.

આ જ ઓવરના અંતિમ બોલ પર નવોદિત બેટ્સમેન ડેરિલ મિચેલ (1)ને એલબીડબલ્યૂ આઉટ કર્યો. આ સતત બે ઝટકા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ લગભગ ધરાશાયી થઇ ગઇ હતી. તે પછીની ઓવરમાં કૃણાલે કેપ્ટન કેન વિલિયમસનને પણ એલબીડબલ્યૂ આઉટ કરીને કીવી ટીમને જોરદાર ઝટકો આપ્યો.

તે બાદ પાંચમી વિકેટ માટે મોટી પાર્ટનરશીપ થઇ. રૉસ ટેલર અને કોલીન ડી ગ્રાંડહોમે મળીને 77 રન જોડ્યા અને પોતાની કરિયરની પહેલી અડધી સદી ફટકારી. તેની પહેલાં કે વધુ ખતરનાક સાબિત થાય હાર્દિક પંડ્યાએ તેને રોહિતના હાથે કેચ કરાવ્યો.

જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝ એકતરફી અંદાજમાં જીત્યાં બાદ ભારતીય ટીમને ત્રણ ટી-20 મેચની સીરીઝની પહેલી જ મેચમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની સૌથી મોટી હાર હતી.

આજે ઑકલેન્ડમાં રમાનાર બીજી મેચમાં રોહિત એન્ડ બ્રિગેડ માટે ‘કરો યા મરો’ની સ્થીતિ છે. આખરે અહીં મળેલી હાર ટીમ ઇન્ડિયાના હાથમાંથી આખી સીરીઝ ઝૂંટવી લેશે. સાથે જ ભારતનો લાંબા સમયથી ટી-20 સીરીઝ જીતવાનો રેકોર્ડ પણ તૂટી જશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પ્રથમ ટી-૨૦ના પરાજય સાથે છેલ્લી નવમાંથી એક પણ શ્રેણી ન હારવાનો ભારતનો રેકોર્ડ દાવ પર લાગ્યો છે. જો ન્યુઝીલેન્ડઆજની મેચ જીતશે તો તેઓ ત્રણ મેચની શ્રેણી ૨-૦થી પોતાના નામે કરશે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ટીમ માટે જીતવું અનિવાર્ય બની ગયું છે. ભારતને સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી બની ગઈ છે.

Read Also

Related posts

બોડેલી પંથકના ખેડૂતોની બદતર હાલત,બે દિવસમાં બદલાઇ ગઇ પરીસ્થિતી:આકાશમાંથી વરસી આફત

pratik shah

આરજેડીના બિહાર સરકાર પર આક્ષેપ, નીતીશકુમાર લૂંટાવી રહી છે રાજ્યનો ખજાનો: તેજસ્વી યાદવ

Pritesh Mehta

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!