GSTV
Home » News » INDvNZ: ન્યૂઝીલેન્ડે જીત્યો ટૉસ, પહેલાં બોલીંગ કરશે ટીમ ઇન્ડિયા

INDvNZ: ન્યૂઝીલેન્ડે જીત્યો ટૉસ, પહેલાં બોલીંગ કરશે ટીમ ઇન્ડિયા

ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝ એકતરફી અંદાજમાં જીત્યાં બાદ ભારતીય ટીમને ત્રણ ટી-20 મેચની સીરીઝની પહેલી જ મેચમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની સૌથી મોટી હાર હતી.

આજે ઑકલેન્ડમાં રમાનાર બીજી મેચમાં રોહિત એન્ડ બ્રિગેડ માટે ‘કરો યા મરો’ની સ્થીતિ છે. આખરે અહીં મળેલી હાર ટીમ ઇન્ડિયાના હાથમાંથી આખી સીરીઝ ઝૂંટવી લેશે. સાથે જ ભારતનો લાંબા સમયથી ટી-20 સીરીઝ જીતવાનો રેકોર્ડ પણ તૂટી જશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પ્રથમ ટી-૨૦ના પરાજય સાથે છેલ્લી નવમાંથી એક પણ શ્રેણી ન હારવાનો ભારતનો રેકોર્ડ દાવ પર લાગ્યો છે. જો ન્યુઝીલેન્ડઆજની મેચ જીતશે તો તેઓ ત્રણ મેચની શ્રેણી ૨-૦થી પોતાના નામે કરશે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ટીમ માટે જીતવું અનિવાર્ય બની ગયું છે. ભારતને સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી બની ગઈ છે.

પ્રથમ ટી-2૦માં ભારતને ત્રણેય વિભાગમાં ખરાબ પ્રદર્શનનું નુકસાન થયું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં બેટિંગ કરતાં છ વિકેટે 219 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 139 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ વન-ડેમાં ઝડપી બોલરો ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા. જેને કારણે આ મેચમાં બદલાવ જોવા મળી શકે છે. ભુવનેશ્વર, ખલીલ અને હાર્દિક પંડયા ખર્ચાળ સાબિત થયા હતા.

બીજી મેચમાં ભારતીય ટીમ ખલીલ એહમદને બદલે સિદ્ધાર્થ કૌલ અથવા મોહંમદ સિરાજને મેદાને ઉતારી શકે છે. સ્પિનર કૃણાલ પંડયા અને યૂઝવેન્દ્ર ચહલે સારો દેખાવ કર્યો હતો પરંતુ કુલદીપ યાદવને અંતિમ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. રોહિત શર્મા પર કેપ્ટનશિપનું દબાણ જોવા મળી રહ્યું છે. તે છેલ્લી ત્રણ મેચમાં સાત, બે અને એક રન બનાવી આઉટ થયો હતો. ભારતીય ઓપનરો સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. જેનું દબાણ અન્ય બેટ્સમેનો પર પણ પડી રહ્યું છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમનું લક્ષ્ય વન-ડે સિરીઝ ગુમાવ્યા બાદ હવે આ મેચ જીતી ટી-2૦ સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે.

Read Also

Related posts

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mansi Patel

હિતેશ ભાઈએ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરિશ્રમના બળે સુગંધીદાર ફુલોનું ઉત્પાદન કેવી રીતે કર્યું

Mayur

કૃષિ વિશ્વ : સજીવ ખેતી કરશો તો ખુલી જશે સફળતાના દ્રાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!