GSTV
Home » News » INDvNZ:ન્યૂઝીલેન્ડની ધૂંઆધાર બેટિંગ, ટીમ ઇન્ડિયાને આપ્યો 220 રનનો ટાર્ગેટ

INDvNZ:ન્યૂઝીલેન્ડની ધૂંઆધાર બેટિંગ, ટીમ ઇન્ડિયાને આપ્યો 220 રનનો ટાર્ગેટ

ટિમ સેફર્ટ (84) અને કેપ્ટન કેન વિલિયમસન (45)ની તોફાની બેટિંગના દમ પર ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયા સામે 220 રનનો ટાર્ગેટ મુક્યો છે. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 219 રન બનાવ્યાં છે.

ન્યૂઝીલેન્ડના ઓપનરથી લઇને મિડલ ઓર્ડર બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતાં મોટો સ્કોર ઉભો કર્યો. ટીમના બંને ઓપનર્સ મુનરો અને સેફર્ટે તોફાની શરૂઆત કરતાં પહેલી વિકેટની ભાગીદારીમાં 86 રન જોડ્યા હતા. મુનરો હાર્દિક પંડ્યાનો શિકાર થયો હતો. સેફર્ટે તોફાની બેટિંગ કરતાં 84 રન કર્યા હતા અને તે ખલીલ અહમદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. 20 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ વિકેટ ગુમાવીને 219 રન કર્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 220 રનનો પડકાર આપ્યો. ભારતીય બોલર્સ કિવીઝ બેટ્સમેનો મોટો સ્કોર કરતાં રોકવામાં નિષ્ફળ રહ્યા.

ટીમ ઇન્ડિયાના લગભગ તમામ બેટ્સમેન મોંઘા સાબિત થયાં પરંતુ તમામના ખાતામાં વિકેટ જરૂરથી આવી. હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી. ત્યાં ભુવી, ખલીલ, કૃણાલ અને યુજવેન્દ્રને એક-એક વિકેટ મળી.

તેની પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝમાં 4-1થી સીરીઝ જીતનારી ટીમ ઇન્ડિયાની નજર હવે ટી-20 સીરીઝ જીતવા પર છે.


ભારતીય ટીમમાં આજે ત્રણ વિકેટકિપર રમી રહ્યા છે. દિનેશ કાર્તિક અને રિષભ પંત ઉપરાંત ધોની પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ છે. રોહિતે ધોનીને વિકેટકિપરની જવાબદારી સોંપી છે.

Read Also

Related posts

ઈમરાન ખાન પાકિસ્તાની ઓફિસરોને ભૂખ્યા મારશે, મીટીંગમાં ચા-બિસ્કીટ પર પ્રતિબંધ લગાવી દીધો

NIsha Patel

તો મનમોહન સિંહ પાસે નહીં રહે SPG સુરક્ષા, છેલ્લો નિર્ણય ગૃહ મંત્રાલયના હાથમાં

Mayur

આ પાર્ટીના કદાવર નેતાનો દાવો, સંજય દત્ત અમારી સાથે જોડાઈ રહ્યો છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!