GSTV
Home » News » India vs New Zealand Live : ચોથી વનડેની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડનું પલડુ ભારે

India vs New Zealand Live : ચોથી વનડેની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડનું પલડુ ભારે

આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચનો આગાઝ થયો છે. ભારતે પહેલાથી જ શ્રેણી પર કબ્જો મેળવી લીધો છે. ત્યારે આજે ચોથી વનડે મેચ જીતી ભારત ન્યૂઝિલેન્ડને વ્હાઈટવોશ તરફ ધકેલવા વધુ એક કદમ ભરશે. અત્યાર સુધીની વનડે સિરીઝમાં ન્યૂઝિલેન્ડની ટીમે નબળું પ્રદર્શન કર્યું છે. તો ભારતીય ટીમે ત્રણ મેચની વનડે સિરીઝમાં બેટીંગ, બોલિંગ અને ફિલ્ડીંગ આમ ત્રણે ક્ષેત્રમાં મજબૂત પ્રદર્શન કરતા ન્યૂઝિલેન્ડની ટીમને જીતનો એક પણ મોકો નથી આપ્યો.

આજે ટોસ ઉછળ્યા બાદ ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીત્યો હતો. જેણે પહેલી બોલિંગનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં બે ચેન્જ કર્યા છે. વિરાટ કોહલીની જગ્યાએ શુભમન ગિલ રમશે જ્યારે મોહમ્મદ શમીની જગ્યાએ ખલીલ અહમદને ચાન્સ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તો શુભમન ગિલની આ પહેલી ઈન્ટરનેશનલ મેચ છે. જેમાં તે પ્રદાર્પણ કરવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે આજે રોહિત 200મી ઈન્ટરનેશનલ વનડે મેચ પણ રમશે.

વિરાટ સિવાય ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત એમ એસ ધોની પણ આ મેચ ગુમાવશે. અત્યાર સુધીના મેચ પર એક નજર નાખવામાં આવે તો 9 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 30 રન પર બે વિકેટ છે. શુભમન ગિલ (7) અને અંબાતી રાયડુ (0) રન પર ક્રિઝ પર છે. ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા પોતાની વિકેટ ગુમાવી ચૂક્યા છે.

READ ALSO

Related posts

વેસ્ટઇન્ડીઝમાં ન ચાલ્યા આ 4 ખેલાડીઓ તો, કાયમ માટે કપાઇ જશે પત્તુ

NIsha Patel

કુમારસ્વામી : વાત એ નેતાની જેણે એક સમયે કોંગ્રેસ અને ભાજપની સરકાર પાડી દીધી હતી

Mayur

કર્ણાટક બાદ મધ્ય પ્રદેશના રાજકારણમાં હલચલ, શિવરાજસિંહ કહ્યું- કંઈ થયું તો હું જવાબદાર નહીં

Arohi
Do NOT follow this link or you will be banned from the site!