GSTV

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

ટેસ્ટ

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી કાનપુર ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા છેલ્લી વિકેટ લેવામાં નિષ્ફળ રહી અને છેલ્લે મેચ ડ્રો રહ્યો. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 284 રનનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ છેલ્લા બે સેશનમાં ભારતીય સ્પીનર્સ આગળ કીવી ટીમ ઘુંટણિયે આવી ગઈ હતી.

ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલે છેલ્લી વિકેટ પડવા દીધી ન હતી. ખરાબ લાઈટ હોવા છતાં મેચ રમાઈ રહી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા મેચ જીતી શકી ન હતી.

મેચના છેલ્લે દિવસે ન્યૂઝીલેન્ડને જીત માટે 284 રન રન બનાવવાના હતા, પરંતુ ટીમ 9 વિકેટના નુકશાને 165 રન જ કરી શકી. ભારત તરફથી બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ચાર અને આર અશ્વિને ત્રણ વિકેટ ઝડપ્યા. આ બંને સિવાય અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ લીધી.

પ્રથમ ઈનિંગ: ભારતના ૩૪૫ રન સામે ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ ૨૯૬ રનમાં સમેટાઈ

અક્ષર પટેલે ૬૨ રનમાં પાંચ અને અશ્વિને ૮૨ રનમાં ત્રણ વિકેટ ઝડપતા ભારતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે જીતવાની આશા રાખી શકાય તેવી સ્થિતિ મેળવી છે. વિના વિકેટે ૧૨૯ રનથી આગળ રમતા ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ ૨૯૬ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે અગાઉ પ્રથમ ઈનિંગમાં ૩૪૫ રન નોંધાવ્યા હતા. ૪૯ રનની સરસાઈ સાથે ઉતરેલા ભારતે રમતના અંતે ગીલ (૧) ની વિકેટ ગુમાવી ૧૪ રન કર્યા હતા.

મેચ

ઓપનિંગ જોડી તૂટતા ભારતે તક ઝડપી

ભારતના પ્રથમ ઇનિંગના ૩૪૫ રન સામે ન્યુઝીલેન્ડે ગઇકાલના વિના વિકેટે ૧૨૯ રનથી ઇનિંગ આગળ ધપાવી હતી. ભારતને એવો ભય હતો કે ન્યુઝીલેન્ડની તમામ વિકેટો બાકી હોઈ તેઓ જંગી સ્કોર કરી ભારત પર નિર્ણાયક સરસાઈ મેળવશે. ઓપનર યંગે ૭૫ અને લાથમે ૫૦ રનના તેના અણનમ સ્કોરથી ભાગીદારી આગળ ધપાવી હતી. તેઓ ખાસ કોઇ પરેશાની નહોતા અનુભવતા અને રક્ષણાત્મક અભિગમથી આગળ ધપતા હતા. પણ ૧૫૧ રનના સ્કોરે યંગ ૮૯ રને અશ્વિનના રાઉન્ડ ધ વિકેટથી ફેંકાયેલા બોલમાં કટ મારવા જતા સબસ્ટીટયુટ વિકેટકિપર ભરતના હાથમાં ઝીલાયો હતો. તેણે ગ્રાઉન્ડને સ્પર્શ થાય તે પહેલા નીચો કેચ પકડયો હતો. લાથમ પણ ૬૬ રને અશ્વિનની બોલિંગમાં લેગબિફોર હતો પણ ભારતે રીવ્યુ નહોતો લીધો અને મેદાન પરના અમ્પાયર નીતિન મેનને નોટઆઉટનો ચૂકાદો આપ્યો હતો. એકશન રીપ્લેમાં લાથમ આઉટ હતો તે સ્પષ્ટ થતું હતું. જો કે ભારતના બોલરો નિરાશ ન હતા થયા અને ઓપનિંગ જોડી તૂટતા જ ન્યુઝીલેન્ડ પર દબાણ સર્જાવું શરૃ થયું હતું.

વિલિયમસન અને ટેલરની કિંમતી વિકેટ

ભારત માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન વિલિયમસન અને અનુભવી રોઝ ટેલરની હતી કેમ કે આ બંને બેટસમેનો એક છેડો સાચવી નાની-મોટી ભાગીદારી સાથે ન્યુઝીલેન્ડને સરસાઈ આપવાને માટે સક્ષમ હતા. આ બંને વિકેટો સસ્તામાં પડતા એક વાત નિશ્ચિત બની હતી કે ન્યુઝીલેન્ડ હવે ભારત પર પ્રભુત્વ તો નહીં જ મેળવી શકે. અક્ષર પટેલે ભારતે લીધેલ નવા બોલમાં વેધક સ્પિન બોલિંગ નાંખી હતી. વિલિયમસને જાડેજાની એક ઓવરમાં બે ચોગ્ગા ફટકારી તેનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો પણ લંચ અગાઉની આખરી ઓવરમાં નવા બોલથી બોલિંગ કરતા ઉમેશ યાદવે તેને લેગબીફોર કર્યો હતો. તે પછી અક્ષર પટેલે ૧૧ ઓવરના સ્પેલમાં ૧૪ રન આપી ટેલર, નિકોલ્સ અને લાથમની વિકેટ ઝડપતા ન્યુઝીલેન્ડ ૨ વિકેટે ૨૧૪ રનથી મજબુત સ્થિતિમાંથી પાંચ વિકેટે ૨૨૭ રનના સ્કોર પર આવી ગયું હતું.

લંચ પછી અક્ષર પટેલના મેજિકનો પ્રારંભ

લંચે ન્યુઝીલેન્ડના બે વિકેટે ૧૯૭ રન હતા. લંચ પછી અક્ષર પટેલે ન્યુઝીલેન્ડના કેમ્પમાં સોપો પાડી દેતી ત્રણ વિકેટ ઝડપી હતી. ટેલરને ડિફેન્ડ માટે બહાર તરફ ખેંચી લાવવામાં અક્ષર પટેલ સફળ થયો અને બોલ સ્પિન થઇને તેની બેટની ધાર લઇ વિકેટ કિપર ભરતના હાથમાં શાર્પ કેચમાં ૧૧ રન બનાવી આઉટ થયો હતો. અક્ષર પટેલની તે પછીની ઓવરમાં નિકોલ્સ (૨) ને કંઈ ખબર જ ન પડી હોય તેમ તે લેગબીફોર થયો હતો. તે સ્વિપ મારવાના પ્રયત્નમાં થાપ ખાઈ ગયો હતો તેણે રીવ્યુ માંગ્યો પણ તેમાં પણ લેગબિફોર જ જાહેર થયો હતો. લાથમે સદી માટે ધીરજ ગુમાવી. ન્યુઝીલેન્ડની આખરી આશા લાથમ હતો. અંગત ૯૫ રને પહોંચ્યા પછી તે સદી માટે અધીરો બન્યો હતો. અક્ષર પટેલે તેને ફલાઇટેડ બોલ ફેંકી ક્રીઝ બહાર લાવી સદીની નજીક પહોંચતો ફટકો મારવા લલચાવ્યો. બોલ આબાદ સ્પિન થયો અને તે ચૂકી જતા વિકેટ કિપર ભરતે ઝડપથી બોલ કલેકટ કરીને તેનું શાર્પ સ્ટમ્પિંગ કર્યું હતું.

ન્યુઝીલેન્ડની રક્ષણાત્મક રણનીતિ

હવે ન્યુઝીલેન્ડે વધુ ને વધુ ઓવરો રમીને સમય ખેંચતી બેટિંગનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ લાગ્યું. જો કે ભારત નિશ્ચિંત બની ગયું હતું કેમ રન રેટ સાવ ઘટી ગયો હતો અને કોઈ મોટી ભાગીદારી બનતી નહોતી. ન્યુઝીલેન્ડ ભારતને ઓછામાં ઓછી સરસાઈ મળે તે પણ યોજના ધરાવતું હતું. હવે રવીન્દ્ર જાડેજાએ તેની વિકેટનું ખાતુ ખોલાવ્યુ. રાચિન રવીન્દ્રને કવર તરફ પુશ કરવાની લાલચ આપતો બોલ જાડેજાએ ફેંકયો. વ્યૂહરચના પ્રમાણે કેપ્ટન રહાણે-જાડેજાએ કવર પર કોઇ ફિલ્ડર જ જાણી જોઇને નહોતો રાખ્યો. જાડેજાના બોલને પારખી ન શકતા બેટ એન્ડ પેડ વચ્ચેથી તે બોલ્ડ થયો હતો. બ્લન્ડેલે ૯૪ બોલમાં ૧૩ અને જેમિસને ૭૫ બોલમાં ૨૩ રન નોંધાવતા ન્યુઝીલેન્ડ ૨૯૬ સુધી પહોંચ્યું હતું. ન્યુઝીલેન્ડે આખરી ૯ વિકેટ ૯૯ રનમાં ગુમાવી હતી.

જેમિસનની બોલિંગમાં ગીલ ૧ રને બોલ્ડ

ભારતે ૪૯ રનની સરસાઈ સાથે બીજી ઇનિંગનો પ્રારંભ કર્યો હતો અને જેમિસનની પ્રથમ ઓવરના પહેલા જ બોલ (કુલ બીજી ઓવર) ગીલ માત્ર ત્રણ બોલ રમી એક રને બોલ્ડ થયો હતો. બોલ તેના પેડને સ્પર્શી ઓફ અને મિડલ સ્ટમ્પ પર ગયો હતો. ભારતે બે રને પહેલી વિકેટ ગુમાવી હતી. રમતના અંતે અગ્રવાલ ૪ અને પૂજારા નવ રને અણનમ છે. ભારત કાલે બેટિંગ કરીને આખરી દિવસે ન્યુઝીલેન્ડને પડકાર આપશે તેમ મનાય છે. ભારતે પણ તેનો કાલે ધબડકો ન થાય તે માટે સાવધ રહેવું પડશે.

બીજી ઈનિંગ: ભારતે ન્યૂઝીલેન્ડને 284 રનનું લક્ષ્ય આપ્યું

કાનપુરના ગ્રીન પાર્કમાં ચોથા દિવસની અત્યંત પડકારજનક પીચ પર કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐયરની ૧૨૫ બોલમાં ધીરજપૂર્વકની ૬૫ રનની તેમજ ૩૭ વર્ષના વિકેટકિપર-બેટ્સમેન સહાની ૧૨૬ બોલમાં ૬૧* રનની ઈનિંગને સહારે ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીતવા માટે ૨૮૪નો પડકાર આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે ચોથા દિવસની રમતના અંતે ઓપનર યંગ (૨)ની વિકેટ ગુમાવતા ચાર રન નોંધાવ્યા હતા.

બીજી ઈનિંગ: ભારતે ન્યૂઝીલેન્ડને 284 રનનું લક્ષ્ય આપ્યું

કાનપુરના ગ્રીન પાર્કમાં ચોથા દિવસની અત્યંત પડકારજનક પીચ પર કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐયરની ૧૨૫ બોલમાં ધીરજપૂર્વકની ૬૫ રનની તેમજ ૩૭ વર્ષના વિકેટકિપર-બેટ્સમેન સહાની ૧૨૬ બોલમાં ૬૧* રનની ઈનિંગને સહારે ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીતવા માટે ૨૮૪નો પડકાર આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે ચોથા દિવસની રમતના અંતે ઓપનર યંગ (૨)ની વિકેટ ગુમાવતા ચાર રન નોંધાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ટોલ લાથમે સૌથી વધુ રન કર્યા હતા. તેણે બીજી ઈનિંગમાં 52 રન કર્યા હતા. ઉપરાંત વિલિયમ સોમરવિલે 36 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 24 રન કર્યા હતા. તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેનો પીચ પર લાંબા સમય સુધી ટકી શક્યા ના હતા. અંતમાં રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલ મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યા હતા.

ભારત તરફથી બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ચાર અને આર અશ્વિને ત્રણ વિકેટ ઝડપ્યા. આ બંને સિવાય અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ લીધી.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

BIG NEWS/ અંડર 19 WC વચ્ચે ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન સહિત 6 ખેલાડી થયા કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!