GSTV

17 વર્ષ પહેલા પણ ભારત-ન્યૂઝિલેન્ડ જેવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું, આ રીતે જાહેર થયા હતા વિજેતા

Last Updated on July 10, 2019 by Mayur

આઈસીસી વિશ્વકપ 2019 પોતાની ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. ગઈકાલે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફડ ખાતે રમાયેલી મેચમાં વરસાદનું વિધ્ન નડ્યું હતું. જેના કારણે ન્યૂઝિલેન્ડ બાદ આજે ભારતીય ટીમ દાવ લઈ 211 રનના સ્કોરને પાર કરી ફાઈનલમાં પહોંચવા માટેનું મિશન વર્લ્ડકપનું સ્ટેપ પૂરૂ કરશે. જો કે ભારતીય ટીમ માટે આ કંઈ પહેલીવાર નથી કે રિઝર્વ ડે પર મેચ રાખવામાં આવી હોય. 2002ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ વરસાદના કારણે આ પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એ વખતે ભારતીય ટીમ શ્રીલંકા સામે મેદાને ઉતરી હતી. જેમાં વરસાદ વિલન રૂપ સાબિત થયો હતો.

કોલંબોમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2002ની ફાઈનલમાં ભારત અને શ્રીલંકાને સંયુક્ત રીતે વિજેતા ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. આ મેચમાં શ્રીલંકાએ પહેલી બેટીંગ કરતા 227/7 રન કર્યા હતા. આ સ્કોરનો પીછો કરતા ભારતે 8.4 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 38 રન બનાવ્યા હતા. પણ બાદમાં વરસાદ શરૂ થઈ જતા મેચને અટકાવવી પડી હતી. મેચને રિઝર્વ ડે પર નાખવાની નોબત આવી પણ બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહેતા આખરે શ્રીલંકા અને ભારતને સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

માન્ચેસ્ટરમાં વરસાદની શરૂઆત

એક્યૂવેધર ડોટ કોમ પ્રમાણે બુધવારે પણ આકાશી વાદળો છવાયેલા રહેશે. માન્ચેસ્ટરમાં વરસાદની પૂરી શક્યતા દેખાઈ રહી છે. ભારતીય સમયાનુસાર 3.30 કલાકે આકાશમાં વાદળો ઘેરાવાના શરૂ થઈ જશે. 4.30 કલાકે વરસાદ પૂરજોશમાં ત્રાટકી શકે છે. એ પછી 9.30 કલાકે વરસાદ ખલેલ પહોંચાડી શકે છે.

પોંઈન્ટ ટેબલ પર ટોપ પર ટીમ ઈન્ડિયા

બુધવારે પણ વરસાદ પડે અને એક પણ બોલ નાખવામાં ન આવે તો ભારતીય ટીમ માટે એક ખુશીની ખબર આવી શકે છે. ટીમ ઈન્ડિયા લીગ મેચના પોંઈન્ટ ટેબલમાં નંબર વનના સ્થાને છે. ટોપર હોવાના કારણે તેને ફાઈનલમાં પહોંચવાનો પ્રથમ ચાન્સ મળશે. ઉપરથી નેટ રનરેટ અને પોંઈન્ટ ટેબલને જોતા ભારતીય ટીમ જ અન્ય સેમિફાઈનાલિસ્ટો કરતાં ઘણી આગળ છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!