પત્તાના મહેલની જેમ ટીમ ઇન્ડિયા ધરાશાયી, ટી-20માં ભારતની 80 રને શરમજનક હાર

ન્યૂઝીલેન્ડે બુધવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતને 80 રને માત આપી છે. રનને ધ્યાનમાં લઇએ તો આ ભારતની ટી-20માં સૌથી મોટી હાર છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વન ડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 219 રનનો જંગી સ્કોર ઉભો કર્યો. ભારતીય ટીમ આ લક્ષ્યને હાંસેલ ન કરી શકી અને 19.2 ઓવરોમાં 139ના સ્કોર પર જ ઓલઆઉટ થઇ ગઇ. ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 39 રન બનાવ્યાં. શિખર ધવને 29 અને વિજય શંકરે 27 રન બનાવ્યાં.

રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી પરંતુ ત્રીજી જ ઓવરમાં ટિમ સાઉથીએ કેપ્ટન રોહિત શર્મા (1)ને લોકી ફગ્યુર્સનના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલ્યો.

તે બાદ 5.3 ઓવરમાં ફર્ગયુર્સને ટીમ ઇન્ડિયાને ઓપનિંગ બેટ્સમેન ધવનના રૂપમાં બીજો ઝટકો આપ્યો. ટીમ ઇન્ડિયા માટે 9મી ઓવર ઘાતકર સાબિત થઇ. આ ઓવરના બીજા અને ચોથા બોલ પર અનુક્રમે ઋષભ પંત (1) અને વિજય શંકર (27) રને પેવેલિયન ભેગા થઇ ગયા. તે બાદ 11મી ઓવરના બીજા અને અંતિમ બોલ પર અનુક્રમે દિનેશ કાર્તિક 5 અને હાર્દિક પંડ્યા 4 રન પર આઉટ થઇ ગયા.

ન્યૂઝીલેન્ડની ઇનિંગની વાત કરીએ તો ટિમ સેફર્ટ (84) અને કેપ્ટન કેન વિલિયમસન (45)ની તોફાની બેટિંગના દમ પર ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયા સામે 220 રનનો ટાર્ગેટ મુક્યો છે. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 219 રન બનાવ્યાં છે.

ન્યૂઝીલેન્ડના ઓપનરથી લઇને મિડલ ઓર્ડર બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતાં મોટો સ્કોર ઉભો કર્યો. ટીમના બંને ઓપનર્સ મુનરો અને સેફર્ટે તોફાની શરૂઆત કરતાં પહેલી વિકેટની ભાગીદારીમાં 86 રન જોડ્યા હતા. મુનરો હાર્દિક પંડ્યાનો શિકાર થયો હતો. સેફર્ટે તોફાની બેટિંગ કરતાં 84 રન કર્યા હતા અને તે ખલીલ અહમદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. 20 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ વિકેટ ગુમાવીને 219 રન કર્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 220 રનનો પડકાર આપ્યો. ભારતીય બોલર્સ કિવીઝ બેટ્સમેનો મોટો સ્કોર કરતાં રોકવામાં નિષ્ફળ રહ્યા.

ટીમ ઇન્ડિયાના લગભગ તમામ બેટ્સમેન મોંઘા સાબિત થયાં પરંતુ તમામના ખાતામાં વિકેટ જરૂરથી આવી. હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી. ત્યાં ભુવી, ખલીલ, કૃણાલ અને યુજવેન્દ્રને એક-એક વિકેટ મળી.

તેની પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝમાં 4-1થી સીરીઝ જીતનારી ટીમ ઇન્ડિયાની નજર હવે ટી-20 સીરીઝ જીતવા પર છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter