GSTV
Gujarat Government Advertisement

INDvsNZ : ભારતે ટૉસ જીતી લીધો પહેલાં બોલિંગનો નિર્ણય, વિરાટ કોહલી ભૂલી ગયો પ્લેઇંગ ઈલેવનનાં નામ..

Last Updated on January 24, 2020 by

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મહિનાના લાંબા પ્રવાસની શરૂઆત થઈ ગઈ છે. જેમાં પાંચ મેચોની ટી20 સીરિઝ ઑકલેન્ડમાં રમાશે. પહેલી મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ દરમિયાન એક અજીબો-ગરીબ ઘટના બની, જ્યારે કેપ્ટન કોહલી પ્લેઈંગ ઈલેવન જ ભૂલી ગયા. બધાં ધારતાં હતાં એ મુજબ જ ઋષભ પંતને જગ્યા નથી મળી તો, મનીષ પાંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલ ઓપનિંગ અને વિકેટ કિપિંગ કરશે. ભારતીય કેપ્ટન કોહલીએ મેચ પહેલાં જ પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતના સંકેત આપી દીધા હતા.

પિચ બોલિંગ માટે જબરજસ્ત

ટૉસ દરમિયાન કોહલીને જ્યારે પ્લેઈંગ ઈલેવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, પાંચ ખેલાડી રમી રહ્યા નથી. જેમાં સંજૂ સૈમસન, નાવદીપ સૈની અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. બે ખેલાડીઓનાં નામ હું ભૂલી ગયો. પછી જણાવું. જોકે ત્યારબાદ સ્પષ્ટ થયું કે, ઋષભ પંત અને વાશિંગટન સુંદર પણ નથી રમી રહ્યો. ટૉસ દરમિયાન કોહલીએ કહ્યું કે, અ અપીચ બોલિંગ માટે બહુ સારી લાગી રહી છે. અમે નવા દડા સાથે ન્યૂઝીલેન્ડની શરૂઆતની વિકેટ્સ લેવા ઇચ્છશું.

થાક અંગે વિરાટ કોહલીએ કહ્યું આવું

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ટૉસ સમયે થાક અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, અત્યારે ઘણું સારું અનુભવી રહ્યો છે. જેટલેગ બાદ થોડો સમય બહું મુશ્કેલ હતો, પરંતુ અત્યારે બહું બરાબર છે. હવે અમારું ધ્યાન સીરિઝ પર છે. ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ધમાકેદાર વાપસી કર્યા બાદ જ્યારે પણા તમે વિદેશ પ્રવાસે નીકળો ત્યારે માનસિક સ્થિતિ સારી હોય છે, જેનો ફાયદો થાય છે, તો ન્યૂઝીલેન્ડ માટે હામિશ બેનેટ ટી20 ડેબ્યૂ કરી રહ્યો છે. ટૉસ અંગે યજમાન કેપ્ટન કેન વિલિયમ્સે કહ્યું કે, આ બરાબરીનો નિર્ણય હતો, પરંતુ હવે અમારે પહેલાં બેટિંગ કરી મોટો સ્કોર બનાવવો પડશે. આ પીચનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે.

ટીમ ઈંડિયાની પ્લેઇંગ ઈલેવન

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, શિવમ દુબે, રવીંદ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર.

Read also:

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?

Pravin Makwana

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!