GSTV
Home » News » જીતની હેટ્રિક બાદ ટીમ ઇન્ડિયાની શરમજનક હાર, આ 5 કારણો છે જવાબદાર

જીતની હેટ્રિક બાદ ટીમ ઇન્ડિયાની શરમજનક હાર, આ 5 કારણો છે જવાબદાર

ટ્રેન્ટ બોલ્ટ (10 ઓવર, 4 મેડન, 21 રન, 5 વિકેટ) અને કાર્લન ડી ગ્રેંડહોમ (10 ઓવર, 2 મેડન, 26 રન, 3 વિકેટ)ની ઘાતક બોલીંગના કારણે ન્યૂઝીલેન્ડેપાંચ વન ડે શ્રેણી પૈકીની ચોથી મેચમાં પહેલીવાર જીતનો સ્વાદ ચાખ્યો છે. ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટે ધૂળ ચટાડી છે. આ સાથે જ કીવી ટીમે પાંચ મેચની સીરીઝનું અંતર 1-3 કરી દીધું છે.

ભારતીય ટીમ માટે વધુ શર્મનાક બાબત એ છે કે ન્યૂઝીલેન્ડે માત્ર 15 ઓવરમાં જ 93 રનનો લક્ષ્યાંક પાર કરી લીધો હતો. સાથે જ આ મેચમાં એકદમ ખરાબ રીતે હાર મળવા પાછળના પાંચ મુખ્ય કારણો છે.

ટૉસ હારવો ભારતને ભારે પડ્યો

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય ટીમ માટે યોગ્ય સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડ બોલરોએ પિચનો સારો ફાયદો ઉઠાવીને ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી હતી.

ભારતીય ટીમે શરૂઆતથી જ ધબડકો વાળ્યો

અગાઉ પ્રથમ ત્રણ વન-ડે મેચમાં ભારતીય ટીમના ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. જેથી ટીમે પ્રથમ ત્રણ વનડેમાં શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. પરંતુ ચોથી વનડેમાં બંન્ને ઓપનરો નિષ્ફળ સાબીત થયા હતા. માત્ર 23 રનના સ્કોર પર જ બંન્ને ખેલાડી આઉટ થઈ ગયા હતા. જેથી ભારતીય ટીમને ખૂબજ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો.

રાયડૂ-દિનેશ કાર્તિકની ઉતાવળ

ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવ્યા બાદ અંબાતી રાયુડૂ બેટિંગ કરવા મેદાન પર આવ્યો હતો. તે સમયે ટીમની સ્થિતિ ખરાબ હતી, જેથી રાયુડૂએ સાચવીને બેટિંગ કરવાની જરૂર હતી. પરંતુ રન બનાવવાની ઉતાવળમાં રાયુડૂ ખરાબ શોટ્સ રમ્યો અને આઉટ થઇ ગયો હતો. તેણે 4 બોલમાં શૂન્ય રન કર્યા હતા. ત્યારે દિનેશ કાર્તિક પણ બહાર જતા બોલને રમીને વિકેટકીપરને કેચ આપી બેઠો હતો.

બોલ્ટનો તરખાટ

પ્રથમ ત્રણ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડના બોલર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેતા તેનો ફાયદો ભારતને મળ્યો હતો. જ્યારે ચોથી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમના બેટ્સમેન નિષ્ફળ સાબીત થયા હતા. બોલ્ટે 10 ઓવરમાં 4 ઓવર મેડન કાઢીને 5 વિકેટ પોતાના નામે કરી હતી.

શુભમન ગિલ આશાઓ પર ખરો ન ઉતર્યો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વન-ડેમાં આરામ આપવાની સાથે જ શુભમન ગિલને ન્યૂઝીલેન્ડ સામે પોતાનો આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેના સ્થાને યુવા બેટ્સમેન શુભમન ગિલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરવાની તક મળી હતી. આ બેટ્સમેન પાસે લોકોની મોટી આશા હતી પરંતુ તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!