GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભારતની બીજી સૌથી મોટી હાર, 212 બોલ બાકી હતાં અને ટીમ ઇન્ડિયા તંબૂ ભેગી

ટ્રેન્ટ બોલ્ટ (10 ઓવર, 4 મેડન, 21 રન, 5 વિકેટ) અને કાર્લન ડી ગ્રેંડહોમ (10 ઓવર, 2 મેડન, 26 રન, 3 વિકેટ)ની ઘાતક બોલીંગના કારણે ન્યૂઝીલેન્ડેપાંચ વન ડે શ્રેણી પૈકીની ચોથી મેચમાં પહેલીવાર જીતનો સ્વાદ ચાખ્યો છે. ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટે ધૂળ ચટાડી છે. આ સાથે જ કીવી ટીમે પાંચ મેચની સીરીઝનું અંતર 1-3 કરી દીધું છે. સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ રવિવારે વેલિંગટનમાં રમાશે.

ન્યૂઝીલેન્ડે 212 બોલ બાકી રહેતાં જ વિજયી પરચમ લહેરાવી દીધો હતો. જે બોલ બાકી રહેવાની બાબતે ભારતની સૌથી મોટી હાર છે. તેની પહેલાં ઓગસ્ટ 2010માં દાંબુલામાં ભારતને શ્રીલંકાએ 209 બોલ બાકી રહેતાં હરાવ્યું હતુ. બોલ બાકી રહેવાની બાબતે ન્યૂઝીલેન્ડે પોતાની પાંચમી સૌથી મોટી જીતની બરાબરી કરી છે.

વનડેમાં સૌથી વધુ બોલ બાકી રહેતાં ટીમ ઇન્ડિયાની હાર

212 બોલ બાકી, વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, ટારગેટ 93-14.4 ઓવરમાં હાંસેલ, 8 વિકેટે હાર (હેમિલ્ટન,2019)

209 બોલ બાકી, વિરુદ્ધ શ્રીલંકા, ટારગેટ 104-15.1 ઓવરમાં હાંસેલ, 8 વિકેટે હાર (દાંબુલા, 2010)

મેન ઑફ ધ મેચ બોલ્ટે સતત 10 ઓવર બોલીંગ કરતાં 21 રન આપીને પાંચ જ્યારે ગ્રેંડહોમે 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી અને ભારતીય ટીમ ફક્ત 30.5 ઓવરમાં 92 રન પર જ ઢગલો થઇ ગઇ. આ ટીમ ઇન્ડિયાનો સાતમો સૌથી ઓછો સ્કોર છે. ટૉડ એસ્ટલ અને જેમ્સ નીશામના ફાળે એક-એક વિકેટ આવી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો અને 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે તેનો ન્યૂઝિલેન્ડ સામેનો સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયાના ચાર બેટ્સમેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ટીમ ઈન્ડિયા વતી યુઝવેન્દ્ર ચહલે સર્વાધિક અણનમ 18 રન બનાવ્યા હતા. 

93 રનના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો. તેણે માર્ટિન (14)ને હાર્કિદ પંડ્યાના હાથે કેચ કરાવ્યો. તે બાદ ભુવીએ કીવી કેપ્ટન કેન વિલિયમસન (11)ને વિકેટકીપર કાર્તિકના હાથે કેચ આઉટ કરાવીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો.  39 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ નિકોલ્સ અને ટેલરે યજમાન ટીમને કોઇ નુકસાન થવા ન દીધું તથા કીવી ટીમને વિજયી બનાવી.વન ડેમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 54 રનનો છે જે તેણે શારજાહમાં 2000માં શ્રીલંકાની સામે બનાવ્યો હતો. આ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો બીજો સૌથી ઓછો સ્કોર હતો. તેની પહેલાં ભારતીય ટીમે દાંબુલામાં ન્યૂઝીલેન્ડ સામે 88 રન બનાવ્યાં હતા.

Read Also

Related posts

અરવલ્લીમાં એક પ્રેમી યુગલને તાલિબાની સજા ફટકારવામાં આવી, લાકડીઓ વડે ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ

Nilesh Jethva

ભાજપ પૈસા અને સતાના જોરે ધારાસભ્યોના સૌદા કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva

15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મોદી કરી શકે છે આ મોટી જાહેરાત, કોરોનાકાળમાં વરદાનરૂપ સાબિત થશે આ યોજના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!