GSTV
Home » News » ‘હિટમેન બ્રિગેડ’ની 8 વિકેટે શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે પહેલીવાર ચાખ્યો જીતનો સ્વાદ

‘હિટમેન બ્રિગેડ’ની 8 વિકેટે શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે પહેલીવાર ચાખ્યો જીતનો સ્વાદ

ટ્રેન્ટ બોલ્ટ (10 ઓવર, 4 મેડન, 21 રન, 5 વિકેટ) અને કાર્લન ડી ગ્રેંડહોમ (10 ઓવર, 2 મેડન, 26 રન, 3 વિકેટ)ની ઘાતક બોલીંગના કારણે ન્યૂઝીલેન્ડેપાંચ વન ડે શ્રેણી પૈકીની ચોથી મેચમાં પહેલીવાર જીતનો સ્વાદ ચાખ્યો છે. ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટે ધૂળ ચટાડી છે. આ સાથે જ કીવી ટીમે પાંચ મેચની સીરીઝનું અંતર 1-3 કરી દીધું છે. સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ રવિવારે વેલિંગટનમાં રમાશે.

 ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો અને 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે તેનો ન્યૂઝિલેન્ડ સામેનો સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયાના ચાર બેટ્સમેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ટીમ ઈન્ડિયા વતી યુઝવેન્દ્ર ચહલે સર્વાધિક અણનમ 18 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી બોલ્ટે 5, ગ્રાન્ડહોમે 3 તથા નિશામ અને એસ્ટલે 1-1વિકેટ લીધી હતી.

93 રનના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો. તેણે માર્ટિન (14)ને હાર્કિદ પંડ્યાના હાથે કેચ કરાવ્યો. તે બાદ ભુવીએ કીવી કેપ્ટન કેન વિલિયમસન (11)ને વિકેટકીપર કાર્તિકના હાથે કેચ આઉટ કરાવીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો.

39 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ નિકોલ્સ અને ટેલરે યજમાન ટીમને કોઇ નુકસાન થવા ન દીધું તથા કીવી ટીમને વિજયી બનાવી.

ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો માત્ર 55 રનના સ્કોર પર ભારતની ટીમની 8 વિકેટ પડી ગઈ છે. ટ્રેટ બોલ્ટે રોહિત શર્મા અન શિખર ધવનને સસ્તામાં પવેલીયન મોકલી દીધા હતા. તો બીજી તરફ કૉલિન ડિ ગ્રૈડહોમે અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિકને ખાતુ ખોલવાનો પણ મોકો નહોતો આપ્યો. જેના કારણે 17 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 40 રન પર 7 વિકેટ થયો હતો.

બોલ્ટે રોહિત અને શિખર સિવાય શુભમન ગિલ અને કેદાર જાધવને પણ પોતાના શિકાર બનાવ્યા હતા. ભારત માટે રોહિતે 7, ધવને 13, ગિલે 9 અને કેદાર જાધવે 1 રન બનાવ્યો હતો. જ્યારે અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિક ખાતુ પણ નહોતા ખોલી શક્યા. જ્યારે કોલિન ડિ ગ્રૈડહોમનો ત્રીજો શિકાર ભૂવનેશ્વેર કુમાર બન્યો હતો. બીજી તરફ હાર્દિક પંડ્યા 16, કુલદિપ યાદવન 13, ખલીલ અહેમદે 5 અને યુજવેન્દ્ર ચહલે અણનમ 18 કર્યા હતા.

Read Also

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!