GSTV
Home » News » ઇધર દર્દ હોતા હૈ ઇધર: ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની હારથી ચાહકોએ ઠાલવ્યો બળાપો

ઇધર દર્દ હોતા હૈ ઇધર: ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની હારથી ચાહકોએ ઠાલવ્યો બળાપો

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand)વચ્ચે રમાયેલી ચોથી વન-ડેમાં ભારતનાં ખરાબ પ્રદર્શનની ચોતરફ ટીકા થઈ રહી છે. ચોથી વન-ડે (Ind Vs NZ 4th ODI)માં ટીમ ઇન્ડિયા કંગાળ સાબિત થઈ. ભારતીય ક્રિકેટ ટીમનાં ચાહકોએ સવારે ટીવી ચાલુ કર્યુ ત્યારે સ્કોર જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ. ટીમ ઇન્ડિયા માત્ર 92 રનમાં જ ઓલ-આઉટ થઈ ગઈ હતી. વર્ષ 2019માં ભારતીય ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન ન્યુઝીલેન્ડ સામેની ચોથી વન-ડેમાં જોવા મળ્યું. ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેન એકદમ ફ્લોપ રહ્યા. ટીમ ઇન્ડિયામાં વિરોટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરી ઉડીને આંખએ વળગી હતી. આ બન્ને દિગ્ગજ ક્રિકેટર્સ વગર ટીમ ઇન્ડિયાનું પર્ફોર્મન્સ એકદમ નબળું હતું. ટીમ ઇન્ડિયાએ શરમજનક હાર મેળવીને ચાહકોને નિરાશ કર્યા છે. ન્યુઝીલેન્ડ સામેનાં ખરાબ પ્રદર્શનને કારણે વન-ડેમાં ટીમ ઇન્ડિયા 7માં સ્થાને પાછળ ધકેલાઈ ગઈ છે.

ટીમ ઇન્ડિયાનો સોથી ઓછો સ્કોર

વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ સૌથી ખરાબ પ્રદર્શન કરીને ભારતનું નામ ડુબાડ્યું છે. માત્ર 92 રનનો સ્કોર કરીને ટીમ ઇન્ડિયા માં ક્રમાંકે ધકેલાઈ ગઈ છે. ભારતે વર્ષ 2000માં સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારે ટીમ ઇન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ માત્ર 54 રન બનાવીને ઘરભેગી થઈ હતી. ત્યારબાદ 2010માં ટીમ ઇન્ડિયાનો સ્કોર નબળો રહ્યો હતો. ત્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 88 રન બનાવીને ટીમ ઇન્ડિયા સંકેલાઈ ગઈ હતી. હવે આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું હોય તેવું લાગે છે. ઠિક આઠ વર્ષ પછી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં92 રન બનાવીને ટીમઇન્ડિયાએ નાક કપાવ્યું હતું. ટીમ ઇન્ડિયાનાં ચાહકોમાં ઘોર નિરાશા વ્યાપી છે. સાથે સાથે ખેલાડીઓ પર ભારોભાર ગુસ્સો છે.

ચાહકોએ સોશ્યલ મિડીયા પર ઠાલવ્યો ગુસ્સો

સવારે ટીવી ચાલુ કરતાની સાથે જ ક્રિકેટરસીકોનાં મોં પડી ગયા હતા.ત્યારબદ ક્રિકેટ ફેન્સે શોશ્યલ મિડીયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છે.

READ ALSO 

Related posts

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ત્રણ કલાકના ઉતરામાં 100 કરોડનો ધૂમાડો, સમય આવ્યે ગધેડાને પણ બાપ કહેવો પડે

Mayur

અમદાવાદ એરપોર્ટ પર 24મીએ 10થી વધુ વીવીઆઇપી એરક્રાફ્ટનો જમાવડો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!