ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે સાંજે 7:00 વાગ્યાથી વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે મેચની સાથે શ્રેણી પણ જીતશે. આજની મેચમાં ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની કારકિર્દી કેપ્ટન હાર્દિક પંડ્યાના હાથે ખતમ થઈ શકે છે. હાલમાં છેલ્લી કેટલીક મેચોથી આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે. જો હાર્દિક પંડ્યા આ ખેલાડીને બહારનો રસ્તો બતાવશે તો કદાચ આ ખેલાડીની T20 કારકિર્દીનો અંત આવી શકે છે. હવે આ ખેલાડીએ ટીમ ઈન્ડિયામાં પોતાની તમામ તકોને બરબાદ કરી છે. મળેલી તકનો આ ખેલાડીએ કોઈ ફાયદો ઉઠાવ્યો નથી.

ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરીઝમાં એક ખેલાડી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો વિલન સાબિત થયો છે. બેટ્સમેન રાહુલ ત્રિપાઠી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરીઝમાં પ્રથમ બે મેચમાં ફ્લોપ રહ્યો છે. રાહુલ ત્રિપાઠી બંને મેચમાં કુલ મળીને માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. રાંચીમાં રમાયેલી પહેલી મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. લખનૌમાં રમાયેલી બીજી ટી20 મેચમાં રાહુલે માત્ર 13 રન જ બનાવ્યા હતા.

અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં રાહુલને ડ્રોપ કરી શકે છે. જો આવું થશે તો કદાચ રાહુલ ત્રિપાઠી ટી20 ટીમમાંથી હંમેશા માટે બહાર થઈ જશે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રાહુલ ત્રિપાઠી નંબર 3 પોઝીશન પર બેટિંગ કરવા આવતો હતો અને તેને ખૂબજ ખરાબ પ્રદર્શન કર્યું છે. રાહુલ ત્રિપાઠીએ કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડનો વિશ્વાસ તોડ્યો છે. ટીમ ઈન્ડિયામાં કોઈ પણ ખેલાડીને તક મળવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે અને રાહુલ ત્રિપાઠીએ ઘણી કિંમતી તકો વેડફી નાખી છે.
ન્યુઝીલેન્ડ સામે આજે અમદાવાદમાં ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા રાહુલ ત્રિપાઠીની જગ્યાએ પૃથ્વી શો જેવા વિસ્ફોટક બેટ્સમેનને તક આપશે. ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ત્રીજા નંબર પર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને મેદાનમાં ઉતારી શકે છે અને પૃથ્વી શો શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવા ઉતરશે. પૃથ્વી શો ને સિલેક્ટર્સે હાલમાં જ રણજી ટ્રોફીમાં 379 રનની ઐતિહાસિક ઈનિંગ રમ્યા બાદ ટીમ ઈન્ડિયામાં તક આપી હતી. પૃથ્વી શૉએ બુધવાર, 11 જાન્યુઆરી 2023 ના રોજ આસામ સામેની રણજી ટ્રોફી મેચમાં ત્રેવડી સદી ફટકારીને 383 બોલમાં 379 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ