ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ત્રણ વનડે મેચની સીરીઝની છેલ્લી મેચ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર રહેશે. ભારતે શ્રેણીની પ્રથમ બંને વનડે જીતીને 2-0ની અજેય સરસાઈ જાળવી રાખી છે. તે જ સમયે, છેલ્લી મેચમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન પછી, ન્યુઝીલેન્ડની ટીમ તેના બેટ્સમેનો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. ન્યૂઝીલેન્ડ છેલ્લી વનડે જીતીને પોતાની ઈજ્જત બચાવવાના પ્રયત્નો કરશે.

ટીમ ઈન્ડિયા સીરિઝમાં જીત મેળવી લીધા પછી એવા પ્લેયરને રમવાની તક આપશે જેમને પેવેલિયનમાં જ બેસી રહેવું પડ્યું છે. ટોપ ઓર્ડરમાં કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીને આરામ આપવાનો સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં રજત પાટીદારને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. રજત પાટીદાર ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ટી20 સીરીઝ પહેલા આરામ આપવામાં આવી શકે છે. હાર્દિકની જગ્યાએ શાદાબ નદીમને રમવાની તક મળી શકે છે.
બોલિંગમાં સૌથી મોટો ફેરફાર થવાના અણસાર લાગે છે. ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને છેલ્લી મેચમાંથી આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. તેમના સ્થાને અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવી શકે છે. શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં ઉમરાન મલિકને આ શ્રેણીમાં રમવાની તક મળી નથી. આ મેચમાં તેના રમવાની પૂરી સંભાવના છે.
કેપ્ટન રોહિત સ્પિન બોલિંગ એટેકમાં ફેરફાર કરી શકે. જોકે, વોશિંગ્ટન સુંદરનું રમવું નક્કી છે. કારણ કે તે ટીમને બેટિંગનો વિકલ્પ પણ પૂરો પાડે છે. કુલદીપ યાદવ હવે પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાનો ફ્રન્ટલાઈન સ્પિનર બની ગયો છે. જો કે આ મેચમાં ટીમ મેનેજમેન્ટ વર્ક લોડને મેનેજ કરવા માટે એક ફેરફાર કરવા પર વિચાર કરી રહ્યું છે. કુલદીપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ પ્લેઇંગ 11માં સામેલ થઈ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા