GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

‘હિટમેન’ રોહિતની ધૂંઆધાર બેટિંગ, ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે ધમરોળ્યું

કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં ધમાકેદાર 50 રન ફટકારતાં ભારતે ન્યૂઝીલેન્ડને બીજી ટી-20માં 7 વિકેટે હરાવ્યું છે. ઑકલેન્ડમાં રમાયેલી બીજી ટી-20માં ન્યૂઝીલેન્ડે ભારતે 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતે ફક્ત 3 વિકેટના નુકસાન પર આ ટાર્ગેટ હાંસેલ કરી લીધો છે.

રોહિત ઉપરાંત પંતે પણ અણનમ રહેતાં 40 રનની ઉમદા ઇનિંગ રમી છે. ધોની પણ 19 રનો પર અણનમ રહ્યો. સાથે જ ધવને પણ 30 રન ફટકાર્યા. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ધરતી પર આ ટીમ ઇન્ડિયાની પ્રથમ ટી-20 જીત છે.

ઑકલેન્ડમાં રમાઇ રહેલી બીજી ટી-20 મેચમાં ભારતીય ટીમ સામે 159 રનનો ટાર્ગેટ છે. ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે નિરેધારિત 20 ઓવરમાં 158 રન બનાવ્યાં.

તેની પહેલાં ન્યૂઝીલેન્ડની શરૂઆત નિરાશાજનક રહી. બે ઓવર્સ બાદ ટીમનો સ્કોર ફક્ત પાંચ રન હતો. બેટ્સમેન પર તેનું પ્રેશર સ્પષ્ટપણે જોવા મળ્યુ. રનસ્પીડ વધારવાના પ્રયાસમાં ગત મેચના હિરો રહેલા ટીમ સીફર્ટ પોતાની વિકેટ ગુમાવી બેઠો. 12 બોલમાં 12 રન બનાવ્યા બાદ ભુવનેશ્વર કુમારના બોલ પર તેને ધોનીએ વિકેટની પાછળથી કેચ કર્યો.

તે બાદ પહેલાં સ્પિનર તરીકે કેપ્ટન રોહિત શર્માએ કૃણાલ પંડ્યા પર વિશ્વાસ મુક્યો. ઇનિંગની છઠ્ઠી ઓવર નાંખવા આવેલા પંડ્યાએ પોતાની પહેલી જ ઓવરમાં કમાલ કરી દેખાડ્યું. બીજા બોલ પર ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો (12 રન)ને રોહિત શર્માના હાથે કેચ કરાવ્યો.

આ જ ઓવરના અંતિમ બોલ પર નવોદિત બેટ્સમેન ડેરિલ મિચેલ (1)ને એલબીડબલ્યૂ આઉટ કર્યો. આ સતત બે ઝટકા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ લગભગ ધરાશાયી થઇ ગઇ હતી. તે પછીની ઓવરમાં કૃણાલે કેપ્ટન કેન વિલિયમસનને પણ એલબીડબલ્યૂ આઉટ કરીને કીવી ટીમને જોરદાર ઝટકો આપ્યો.

તે બાદ પાંચમી વિકેટ માટે મોટી પાર્ટનરશીપ થઇ. રૉસ ટેલર અને કોલીન ડી ગ્રાંડહોમે મળીને 77 રન જોડ્યા અને પોતાની કરિયરની પહેલી અડધી સદી ફટકારી. તેની પહેલાં કે વધુ ખતરનાક સાબિત થાય હાર્દિક પંડ્યાએ તેને રોહિતના હાથે કેચ કરાવ્યો.

જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝ એકતરફી અંદાજમાં જીત્યાં બાદ ભારતીય ટીમને ત્રણ ટી-20 મેચની સીરીઝની પહેલી જ મેચમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની સૌથી મોટી હાર હતી.

Read Also

Related posts

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

ચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ ?

Pravin Makwana

Cricket: આ કારણે ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન નાસિર હુસૈનને ખાસ નહોતા ગમતા આ ભારતીય પૂર્વ કપ્તાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!