GSTV
Home » News » INDvNZ : ભારતે ટૉસ જીતી પહેલાં બોલીંગનો નિર્ણય લીધો, પંડ્યા બ્રધર્સ અને પંતને ટીમમાં સ્થાન

INDvNZ : ભારતે ટૉસ જીતી પહેલાં બોલીંગનો નિર્ણય લીધો, પંડ્યા બ્રધર્સ અને પંતને ટીમમાં સ્થાન

વેલિંગટનમાં ટી-20 સીરીઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલાં બોલીંગ કરવાનું પસંદ કર્યુ છે. વિરાટના સ્થાને રોહિત શર્માને ટીમને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. રોહિતે પિચને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લેતાં મહેમાન ટીમને પહેલાં બેટિંગ કરવા માટે આમંત્રિત કરી છે.

મોટી વાતએ છે કે ટીમમાં હાર્દિક અને કૃણાલ પંડ્યા બંનેને તક આપવામાં આવી છે. આવું ત્રીજી વાર બની રહ્યું છે જ્યારે ભારત માટે બે ભાઇઓ એક સાથે પ્લેઇંગ ઇલેવનમાં રમી રહ્યાં હોય. ટીમમાં વિજય શંકરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે ટીમમાં કુલ 3 ઓલરાઉન્ડરને સ્થાન આપવામાં આવ્યું છે.

ભારત સામે ઘરઆંગણે વન ડે શ્રેણીની નાલેશીભરી હાર બાદ ન્યુઝીલેન્ડ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં વળતો હૂમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. વિલિયમસનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમને ટ્વેન્ટી-૨૦ નિશામ, કોલીન મુનરો તેમજ ડે ગ્રાન્ધોમ જેવા ક્રિકેટરોના શાનદાર દેખાવની આશા છે.

ભારતનો દેખાવ ટ્વેન્ટી-૨૦ સિરીઝમાં શાનદાર રહ્યો છે અને ટીમ ઈન્ડિયા છેલ્લી ૯માંથી એક પણ સિરીઝ હાર્યું નથી. ભારતીય ટીમની સાથે બરોડાનો ઓલરાઉન્ડર કૃણાલ પંડયા અને પંજાબનો ફાસ્ટર સિદ્ધાર્થ કૌલ જોડાઈ ચૂક્યા છે. હવે ટીમ આવતીકાલે કેવા કોમ્બિનેશનને ઉતારશે તે અંગે ક્રિકેટ ચાહકોમાં ઈંતેજારી જોવા મળી રહી છે. 

ભારતીય પ્લેઇંગ ઇલેવન-

રોહિત શર્મા, શિખર ધવન, રીષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને ખલીલ અહમદ

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન –

કોલિન મુનરો, ટિમ સેફર્ટ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ડેરેલ મિશેલ, કોલિન ડ્રી ગ્રાન્ડહોમ, મિશેલ સેંટનર, સ્કોટ કેગ્ગલઝિન, ટિમ સાઉદી, ઇશ સોઢિ અને લોકી ફર્ગ્યુસન

Read Also

Related posts

તમારો સ્માર્ટફોન તમને બનાવી શકે છે અંધ, નુકસાનથી બચવા માટે ફટાફટ બદલી નાંખો આ સેટિંગ્સ

Bansari

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

Bansari

રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

Mayur