GSTV

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

Last Updated on August 5, 2021 by pratik shah

ભારતે ઈંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટ ક્રિકેટમેચના શરૂઆતના દિવસ બુધવારે પ્રથમ ઈનિંગમાં 183 રનો પર ઓલઆઉટ કરી દીધું છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બોલરોની બોલિંગ સામે અંગ્રેજો ભારે ઝઝૂમી રહ્યા હતા, કેપ્ટન જો રૂટે ઈંગ્લેન્ડ તરફથી સર્વાધિક 64 રન બનાવ્યા હતા.

ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે અંગ્રેજો નિષ્ફળ રહ્યા હતા. જેમાં બુમરાહે 46 રન આપીને 4 વિકેટ અને મોહમ્મદ શમીએ ત્રણ, શાર્દુલ ઠાકુરે બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

ભારતીય બોલરોની બોલિંગ સામે અંગ્રેજો નિષ્ફળ

ઇંગ્લેન્ડની ટીમ એક સમયે ત્રણ વિકેટે 138 રનમાં સારી સ્થિતિમાં હતી પરંતુ પછી તેણે 22 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે આ ટેસ્ટમાં પોતાની બેટિંગને મજબૂત કરવા ચોથા ઝડપી બોલર તરીકે શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં રાખ્યો હતો, જ્યારે સિરાજના ફોર્મને જોઈને ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજા ટીમમાં એકમાત્ર સ્પિનર​ છે.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ હાર્યો હતો, ઈંગ્લેન્ડના કેપ્ટને જો રૂટે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જસપ્રિત બુમરાહે ભારતને સારી શરૂઆત અપાવી હતી. આ ફાસ્ટ બોલરે સીરીઝના પ્રથમ ઓવરના પાંચમા બોલ પર જ રોરી બર્ન્સને લેગ બિફોર આઉટ કર્યો હતો. ત્રણ આઉટસ્વિન્ગર્સ પછી, બુમરાહે બોલને લેગ-સ્ટમ્પ પર નાખ્યો જે બર્ન્સના પેડ પર અથડાયો અને અપીલ પર એમ્પાયરે આઉટ આપ્યો હતો.

ઈંગ્લેન્ડના કેપ્ટને જો રૂટે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ટી બ્રેક પછી ઈંગ્લેન્ડના બેટ્સમેન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા

ટી બ્રેક પછી ઈંગ્લેન્ડના બેટ્સમેન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા. ડેન લોરેન્સે મોહમ્મદ શમીએ ખાતું ખોલવા નહોતુ દીધું અને ઋષભપંતના હાથે કેચ કરાવ્યો હતો. જોસ બટલર પણ ખાતું ખોલાવી શક્યો નથી. 18 બોલનો સામનો કર્યા બાદ તે બુમરાહ દ્વારા વિકેટ પાછળ આઉટ થયો હતો. આ દરમિયાન શાર્દુલ ઠાકુરે રૂટને એલબીડબલ્યુ કરી દીધો હતો. ત્રણ બોલ પછી, ઠાકુરે પણ કોઈ રન બનાવ્યા વગર એલી રોબિન્સનને રવાના કર્યો હતો. બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડને એલબીડબલ્યુ કરીને ત્રીજી વિકેટ પોતાના નામે કરી હતી. અંતે, સેમ કુરન 27 રન બનાવી અણનમ રહ્યો હતો.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!