GSTV
Home » News » સ્મૃતિ મંધાનાએ મેદાન પર ઉતરતાં જ તોડ્યો સુરેશ રૈનાનો રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ મેદાન પર ઉતરતાં જ તોડ્યો સુરેશ રૈનાનો રેકોર્ડ

ઈંગ્લેન્ડની સામે સોમવારે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય મહિલા ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 161 રનના લક્ષ્યની સામે ભારતીય મહિલાઓ અંદાજે 119 રન જ બનાવી શકી હતી અને 41 રનથી મેચ ગુમાવી દીધી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન નિરાશાનજક રહ્યું, પરંતુ 2 રન બનાવવા છતાં તેમણે ભારતીય ક્રિકેટનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલમાં ઉતરતા જ સ્મૃતિ સૌથી યુવા ભારતીય ટી-20 કેપ્ટન બની ગઇ. તેમણે આવુ 22 વર્ષ 229 દિવસની ઉંમરમાં કર્યુ. જ્યારે આ અગાઉ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો, જેણે 2010માં 23 વર્ષ 197 દિવસની ઉંમરમાં ટીમ ઈન્ડિયાની ટી-20 ક્રિકેટમાં કમાન સંભાળી હતી.

જો મહિલા ક્રિકેટર્સની વાત કરીએ તો મંધાના પહેલા આ રેકોર્ડ હરમનપ્રીત કૌરના નામે હતો. તેમણે 23 વર્ષ 237 દિવસની ઉંમરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી. સ્મરણ રહે કે હાલની કેપ્ટન હરમનપ્રીત કૌર ઈજાગ્રસ્ત થવાથી ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને ઈંગ્લેન્ડની સામે ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝમાં કેપ્ટનશિપ મળી છે. આ શ્રેણી આગામી વર્ષે યોજાનારી ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમની તાકાત પારખવા માટેની તક રહેશે. આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ આગામી વર્ષે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

Bansari

Facebook Pay: હવે Whatsapp, Instagram અને Messenger દ્વારા પણ સરળતાથી કરી શકશો પેમેન્ટ

Bansari

આ ગ્રહની સપાટી પર રહેલા ઑક્સિજનના પ્રમાણમાં થઈ અસાધારણ વધ-ઘટ, વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!