GSTV
Cricket Sports Trending

INDvENG :  કોહલીની ‘વિરાટ’ સદીથી મુઠ્ઠીમાં આવ્યું નોટિંઘમ, ઇંગ્લેન્ડ સામે મોટો પડકાર

નોટિંઘમ ખાતે  ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત વિજય મેળવવાની સ્થિતિમાં છે. આજે મેચનો ચોથો દિવસ છે. ગઈ કાલે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 23 રન કર્યા હતા. મેચ જીતવા માટે એને ભારતે 521 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડ માટે હજી બે આખા દિવસનો સમય છે, પરંતુ દેખીતી રીતે આ મેચ મોટે ભાગે ભારતના તાબામાં આવી ગઈ છે.

ભારતને જીતની સ્થિતિમાં મૂકનાર છે કેપ્ટન વિરાટ કોહલીની બીજા દાવની શાનદાર સદી. જે એની કારકિર્દીની 23મી છે. એ 103 રન કરીને આઉટ થયો હતો. કોહલીએ પહેલા દાવમાં 97 રન કર્યા હતા.

ગઈ કાલે ત્રીજા દિવસે અંતિમ સત્રમાં હાર્દિક પંડ્યાએ એની કારકિર્દીની ચોથી હાફ સેન્ચૂરી પૂરી કરી એ સાથે જ કોહલીએ ભારતનો બીજો દાવ 7 વિકેટે 352 રનના સ્કોર પર ડિકલેર કરી દીધો હતો. ઈંગ્લેન્ડના પહેલા દાવમાં પાંચ વિકેટ લેનાર પંડ્યાએ બાવન બોલમાં 7 ચોગ્ગા, એક છગ્ગા સાથે અડધી સદી પૂરી કરી હતી અને 52 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

 કોહલીની 23મી ટેસ્ટ અને કારકિર્દીની 58મી સદી 
ટી બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ પોતાનો સ્કોર 270 પર પહોંચાડી દીધો અને લીડ 438 રનની થી ગઈ હતી. વિરાટ પ્રથમ ઈનિંગ્સમાં 97 રને આઉટ થયો હતો અને બીજી ઈનિંગ્સમાં પણ ટી બ્રેક સમયે તેને સદી પુરી કરવામાં 7 રન બાકી હતા. ટી બ્રેક બાદ વિરાટે પોતાની સદી પૂરી કરી. આ તેની કારકિર્દીની 23મી, કેપ્ટન તરીકે 16મી અને ઈંગ્લેન્ડમાં બીજી સદી હતી. કોહલીની ચાલુ વર્ષની આ છઠ્ઠી આંતરરાષ્ટ્રીય સદી પણ છે. આ સાથે જ કોહલીની ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે કુલ 5 સદી થઈ ગઈ છે.

 પૂજારા સદી પૂરી કરતા પહેલા થયો  આઉટ

લંચ બાદ ચેતેશ્વર પુજારા 72 રન બનાવીને બેન સ્ટોક્સના બોલે સ્લિપમાં એલિસ્ટર કૂકને કેચ આપી બેઠો. પૂજારા આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 224 હતો. વિરાટ-પુજારાની જોડીએ 113 રનની ભાગીદારી કરી હતી. પૂજારાનો ઈંગ્લેન્ડમાં છેલ્લી 8 ટેસ્ટમાં આ સર્વોચ્ચ સ્કોર હતો. વિરાટે સિરીઝમાં પોતાનાં 400 રન પૂરા કર્યા હતા. લંચ બાદ બંનેએ ટીમ ઈન્ડિયાનો સ્કોર 211 સુધી પહોંચાડી દીધો હતો અને ટીમની લીડ 380 રનની થઈ ગઈ હતી.

પુજારા, હાર્દિક અને ધવનનું પણ મહત્વપૂર્ણ યોગદાન  
વિરાટના 102 રન બાદ ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 72 રન બનાવ્યા અને તેણે વિરાટ સાથે 113 રનની ભાગીદારી પણ મહત્ત્વની રહી. તેના પછી આવેલા હાર્દિક પંડ્યાએ 52 રન, શિખર ધવનના 44 રન, કે.એ. રાહુલના 36 રન તથા અજિંક્ય રહાણેના 29 રનનું પણ યોગદાન મહત્ત્વનું રહ્યું.

ત્રીજા દિવસની શરૂઆત ભારતે ચેતેશ્વર પુજારા(33) અને કેપ્ટન વિરાટ કોહલી(8) સાથે બે વિકેટે 124 રનથી કરી હતી. ઈંગ્લેન્ડની ટીમને ભારતીય ટીમના 8 ખેલાડી આઉટ કરવાના હતા. લંચ સુધી બંનેએ ભેગા મળીને ટીમની લીડ 362 સુધી પહોંચાડી દીધી હતી. તેની સાથે જ તેમણે પોતાની અડધી સદી પણ પુરી કરી લીધી હતી. બંનેએ ટીમનો સ્કોર બે વિકેટે 194 પર પહોંચાડી દીધો હતો.

Related posts

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda

Relationship Tips: તમારા માટે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, આ 5 પોઇન્ટ્સથી કરો સાચી ઓળખ

Bansari Gohel

Education Loan/ એજ્યુકેશન લોન લેવાવાળા માટે મોટી ખબર, આ કારણે બેંક લોન અપ્રૂવલમાં રાખી રહી છે સાવધાની

Hemal Vegda
GSTV