GSTV
Home » News » કેએલ રાહુલે આ મામલે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પણ છોડ્યાં પાછળ

કેએલ રાહુલે આ મામલે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પણ છોડ્યાં પાછળ

ભારતીય ઓપ્નર કે.એલ. રાહુલે ચોથી ઈનિંગમાં એક ઈનિંગમાં સૌથી વધુ રન કરાવામાં સચીન તેંડુલકર અને વિરાટ કોહલીને પાછળ છોડ્યા હતા. ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ચાલી રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ચોથી ઈનિંગમાં નબળા ફોર્મમાં ચાલી રહેલાં કે એલ રાહુલે ખુબ જવાબદારી પુર્વક બેટિંગ કરી રિષભ પંત સાથે 214 રનની ભાગેદારી કરે હતી. જેમાં પંતે પણ 114 રન કર્યા હતા. રાહુલ 149 રન કરી આઉટ થયો હતો.

આ સાથે તે ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની સુચીમાં બીજાં સ્થાને આવી ગયો હતો. આ યાદીમાં પ્રથમ ક્રમે સુનીલ ગાવસ્કર છે જેણે ઈંગ્લેંડ સામે 221 રન કર્યા હતા. તો ત્રીજાં સ્થાને દિલિપ વેંગસકર વિરાટ કોહલી એ સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ કરેલાં 141 રન સાથે ચોથા તો પાંચમાં ક્રમે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર છે જેણે 1999 માં પાકિસ્તાન વિરુધ્ધ 136 રન કર્યા હતા.

તેમજ છઠઠા વિકેટ માટે 214 રનની શાનદાર ભાગેદારી કરનાર રાહુલ અને પંતે છ્ઠ્ઠી વિકેટ માટે સર્વાધિક બિજા ક્રમની સૌથી વધુ રન જોડયા હતા. જેમાં પ્રથમ ક્રમે ગિલક્રિસ્ટ અને લેંગર ની 248 રનની ભાગેદારી છે.
આ સાથે રાહુલ 5 અલગ અલગ દેશોમાં સેંચુરી કરનાર બેટ્સમેન બન્યો હતો. જેણે ચેન્નાઈ, કિંગસ્ટન , સિડની, ઓવલ કોલંબોમાં યજમાન દેશો વિરુધ્ધ સેંચુરી કરી હતી.

Related posts

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari

‘ક્યારેય વિચાર્યુ ન હતું…’ ક્રિકેટમાં 11 વર્ષ પૂરા થવા પર ભાવુક થયો કોહલી, લખી આ ખાસ પોસ્ટ

Bansari

મેદાન પર જ નહી સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’ છે કોહલી, સચિન-ધોની પણ છૂટ્યાં પાછળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!