GSTV
Home » News » Ind vs Eng : ત્રીજી ટેસ્ટમાં ડ્રાઇવિંગ સીટ પર ભારત, ઇંગ્લેન્ડ પર મેળવી 292 રનની લીડ

Ind vs Eng : ત્રીજી ટેસ્ટમાં ડ્રાઇવિંગ સીટ પર ભારત, ઇંગ્લેન્ડ પર મેળવી 292 રનની લીડ

નોટિંઘમ ટેસ્ટના બીજા દિવસે ભારતે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતની પ્રથમ ઈનિંગના 329 રનના જવાબમાં ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઈનિંગમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હાર્દિક પંડ્યાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપી હતી. હાર્દિક ઉપરાંત ઈશાંત શર્માએ 2, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી. પ્રથમ ઈનિંગના આધારે ઈંગ્લેન્ડ પર 168 રનની લીડ મેળવી.

લેજન્ડરી કેપ્ટન સ્વ. અજીત વાડેકરને સાચી શ્રદ્ધાંજલી આપતાં બે ટેસ્ટ ગુમાવી ચુકેલા ભારતીય ક્રિકેટરોએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં લડાયક દેખાવ કરતાં યજમાનો સામે પ્રથમ ઈનિંગમાં ૧૬૮ રનની સરસાઈ મેળવી લીધી હતી. ભારતની પ્રથમ ઈનિંગ આજે બીજા દિવસે ૩૨૯ રનમાં સમેટાઈ હતી. જે પછી હાર્દિક પંડયાએ માત્ર ૨૮ રનમાં જ પાંચ વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ માત્ર ૧૬૧ રનમાં સમેટાઈ ગઈ હતી. પંડયાએ પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાંત અને બુમરાહની જોડીએ બે-બે બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ પર હારનું દબાણ સર્જવાની ગોલ્ડન તક મેળવી હતી.

ભારતના ૫૨૪ ટેસ્ટના ઈતિહાસમાં એકમાત્ર ૨૦૧૫ના શ્રીલંકા પ્રવાસની ગોલ ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં ૧૦૦થી વધુ રનની સરસાઈ મેળવવા છતાં હાર્યું હતુ. આ રેકોર્ડ ભારતને ઈંગ્લેન્ડમાં યાદગાર વિજય અપાવવાનો સંકેત કરી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે 168 રનની લીડ મેળવી. ભારતની પહેલી ઈનિંગ 329 રન પર સમેટાઈ. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 161 રન પર જ પેવેલિયન ભેગી થઈ ગઈ. જોસ બટલરે સૌથી વધુ 39 રન કર્યા. હાર્દિક પંડ્યા એ 28 રન આપીને 5 વિકેટ ઝડપી. ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ મેળવી. મોહમ્મદ શમી ને એક સફળતા મળી. પંડ્યાએ તેની કારકિર્દીમાં પહેલી વખત ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. ભારતે બીજા દાવની સફળ શરૂઆત કરી અને બીજા દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવીને 124 રન કર્યા હતા. પુજારા 33 અને કોહલી 8 રને રમતમાં હતા. ભારતે 292 રનની લીડ મેળવી છે.

કુકને ઈશાન્ત શર્માએ ઋષભ પંતના હાથે કેચ કરાવ્યો . આગામી બોલ પર જસપ્રીત બુમરાહે જેનિંગ્સને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો . જેનિંગ્સનો કેચ પણ પંતે પકડ્યો . ઓલી પોપ 10 રન બનાવી ઈશાન્તનો બીજો શિકાર બન્યો . આ વખતે પણ કેચ પંતે પકડ્યો . પંચે પછીથી વધુ બે કેચ પકડ્યા . તે ડેબ્યૂ પર પાંચ કેચ પકડનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બની ગયા . સુકાની જો રૂટ 16 રન બનાવી હાર્દિક પંડ્યાની બોલ પર રાહુલને કેચ આપી ગયો . તેના બાદ જોસ બટલર ઉપરાંત કોઈપણ બેટ્સમેન ટકી ના શક્યો .

Related posts

પરણીત મહિલાને લઈને ભાગ્યો પ્રેમી, પંચાયતે આપી એવી સજા કે…

Kaushik Bavishi

Tata Skyએ HD સેટઅપ બોક્સના ભાવમાંથી કર્યો ઘટાડો, હવે ફક્ત આટલી કિંમતમાં મળશે

Path Shah

અમદાવાદની પોળમાં જૈન સમાજની રથયાત્રાએ જમાવ્યું અનોખુ આકર્ષણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!