GSTV
Home » News » Video:પંતને ગાળો ભાંડવી બ્રૉડને પડી ભારે, કોહલીએ કાઢી ઝાટકણી

Video:પંતને ગાળો ભાંડવી બ્રૉડને પડી ભારે, કોહલીએ કાઢી ઝાટકણી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની સિરિઝ બાદ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડને મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. બ્રૉડે પહેલી ઇનિંગમાં ઋષભ પંતને આઉટ કર્યા બાદ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેને લઇને તેની આલોચના પણ થઇ હતી. તે પછી જ્યારે સ્ટુઅર્ટ બ્રૉડની વિકેટ જસપ્રિત બુમરાહે લીધી હતી ત્યારે તેણે મોઢા પર આંગળી રાખીને બ્રૉડને પંતના બદલે જવાબ આપ્યો હતો.

બ્રૉડની ઝાટકણી કાઢવામાં કેપ્ટન કોહલી પણ પાછળ રહ્યો નથી. મેચ પછીનો એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્ટમ્પ્સ માઇકમાં વિરાટ અને બ્રૉડ વચ્ચેની બોલાચાલી રેકોર્ડ થઇ છે. જો કે વિડિયોમાં તે સમજી શકાતું નથી કે શરૂઆત કોણે કરી હતી. આ વિડિયો જોઇને એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે બ્રૉડે પંત સાથે જે દુર્વ્યવહાર કરવો તેને ભારે પડ્યો છે.

બ્રૉડ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના અને વિરાટ વચ્ચે બોલાટાલી શરૂ થઇ ગઇ. બ્રૉડે જ્યારે વિરાટને અગ્રેસિવ કહ્યો ત્યારે તેણે તરત જ જવાબ આપ્યો કે યંગસ્ટર સાથે આવો વ્યવહાર કરવા પર તમારી સાથે પણ આવો જ વ્યવહાર કરવામાં આવશે.

Related posts

ગુજરાતમાં કપાસની નવી આવક શરૂ, મુહૂર્તમાં પડ્યો રૂનો આ ભાવ

Bansari

ગુજરાતમાં ભાજપ માટે આવી ખુશખબર, આ મંત્રીએ 3 બેઠકો 16એ પહોંચાડી પંચાયત કબજે કરી લીધી

Mayur

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!