GSTV

વિરાટ કોહલીનો ધમાકો, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ કર્યો બ્રેક

બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતામાં રમાઈ રહેલી એતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ 32 રન બનાવવાની સાથેજ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટને પોતાનાં 5000 રન પૂરા કર્યા છે.

આ દરમ્યાન કોહલીએ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે હતો. કોહલી આ સિદ્ધી પ્રાપ્ત કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. સાથે સાથે આ રેકોર્ડ બનાવીને રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન પૂર્ણ કર્યા છે.

કેપ્ટન કોહલીએ આ સિદ્ધી 86મી ટેસ્ટ ઈનિંગમાં પૂર્ણ કર્યો છે. જ્યારે રિકી પોન્ટિંગે આ સિદ્ધી 97મી ઈનિગ દરમ્યાન સાથે સાથે ક્લાઈવલોઈડે 106મી ઈનિંગમાં 5000રન પૂર્ણ કર્યા છે.

સૌથી ઝડપી 5000 રન કેપ્ટન તરીકે

વિરાટ કોહલી – 86 ઈનિંગ , રિકી પોન્ટીંગ 97 ઈનિંગ , ક્લાઈવ લોઈડ -106 ઈનિંગ, ગ્રીમ સ્મિથ – 110 ઈનિંગ

આ અગાઉ કપ્તાન તરીકે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 4000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન તેમણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન બ્રાયન ચાર્લ્સ લારાનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

કોહલીએ 65 મી ટેસ્ટ ઇનિંગ્સમાં આ સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. કેપ્ટન તરીકે 4000 ટેસ્ટ રન બ્રાયન લારાએ 71 ઇનિંગ્સમાં પૂર્ણ કરી હતી. 65 ઈનિંગ કોહલી, 71 ઈનિંગ બ્રાયન લારા, 75 ઈનિંગ રિકી પોન્ટીંગ, 80 ઈનિંગ ગ્રેગ ચેપલ

READ ALSO

Related posts

જામનગર/વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતાર, સિસ્ટમ સ્લો હોવાથી રજિસ્ટ્રેશન થયું નહીં

pratik shah

નિયમોનું પાલન ન કરવું અપ્રેઝલ પર પડશે ભારે, નોકરીયાત વર્ગ માટે સરકારે જાહેર કર્યા નવા આદેશ

Ankita Trada

કચ્છ/ અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!