GSTV

પ્રથમ ટેસ્ટમાં શમીનો તરખાટ, બાંગ્લાદેશની ટીમ ૧૫૦ રનમાં જ ખખડી : ભારતના એક વિકેટે ૮૬

મોહમ્મદ શમીની આગેવાની હેઠળના ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણે કુલ મળીને સાત વિકેટ ઝડપતાં શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ માત્ર ૧૫૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શમીએ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઊમેશ-ઈશાંત અને અશ્વિનની ત્રિપુટીએ ૨-૨ વિકેટ મેળવી હતી. બાંગ્લાદેશ તરફથી રહીમે ૪૩ અને કેપ્ટન મોમીનુલ હકે ૩૭ રનની લડાયક બેટીંગ કરી હતી. બાંગ્લાદેશની ટીમ ૫૮.૩ ઓવર જ ટકી શકી હતી.

બાંગ્લાદેશને સસ્તામાં ખખડાવ્યા બાદ ભારતે પ્રથમ દિવસની રમતના અંતે એક વિકેટે ૮૬ રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા માત્ર ૬ રનના સ્કોર પર અબુ જાયેદનો શિકાર બન્યો હતો. જોકે મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઈનિંગને સ્થિરતા આપતાં વિકેટ પતન અટકાવ્યું હતુ. પુજારા ૪૩ અને અગ્રવાલ ૩૭ રને રમતમાં હતો. પુજારા અને અગ્રવાલની જોડીએ નોટઆઉટ ૭૨ રનની ભાગીદારી નોંધાવી હતી. બાંગ્લાદેશના પ્રથમ ઈનિંગના સ્કોરથી ભારત હવે માત્ર ૬૪ જ રન પાછળ છે. 

ભારત હવે જંગી સ્કોર ખડકીને બાંગ્લાદેશને ભીંસમાં મૂકવાનો પ્રયાસ કરશે. ઈન્દોરની પીચ આગામી બે દિવસ બેટ્સમેનોને મદદ કરશે તેમ મનાય છે, આવી સ્થિતિમાં ભારતને ફાયદો થશે તે નિશ્ચિત છે. રોહિત સસ્તામાં આઉટ થતાં ચાહકો નિરાશ થયા હતા.

બાંગ્લાદેશનો ધબડકો : ભારતીય બોલરો છવાયા

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન મોમીનુલ હકે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. જોકે સવારના સમયમાં પીચ પર પડેલી ઝાકળથી ભારતીય ફાસ્ટરોને મદદ મળી હતી. હરિયાળુ ઘાંસ ધરાવતી પીચ પર બાંગ્લાદેશના ઓપનરો માંડ સાત ઓવર સુધી જ ટકી શક્યા હતા. ઉમેશ યાદવે ઈનિંગની છઠ્ઠી ઓવરના આખરી બોલ પર કાયેસ (૬)ને અને ઈશાંતે સાતમી ઓવરના આખરી બોલ પર એસ. ઈસ્લામ (૬)ને પેવેલિયન ભેગા કરી દેતાં પ્રવાસી ટીમ ૧૨/૨ પર ફસડાઈ હતી. શમીએ મિથુન (૧૩)ને લેગબિફોર વિકેટ કરતાં તેમણે ૩૧ રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી.

રહીમ-મોમીનુલનો સંઘર્ષ લાંબો ન ટકી શક્યો

માત્ર ૩૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવનારા બાંગ્લાદેશને બેઠું કરવાની કોશીશ કેપ્ટન મોમીનુલ હક અને રહીમે આદરી હતી. બંનેએ ચોથી વિકેટની ભાગીદારીમાં ૬૮ રન જોડયા હતા. જે બાંગ્લાદેશની ઈનિંગની સર્વોચ્ચ ભાગીદારી હતી. જોકે તેઓ લાંબી ઈનિંગ રમી શક્યા નહતા. અશ્વિને લંચ બાદ મોમીનુલ હકને ૩૭ રને ક્લિન બોલ્ડ કર્યો હતો. આ સાથે ઘરઆંગણે અશ્વિનની ૨૫૦ વિકેટ પુરી થઈ હતી. તેણે મહમુદુલ્લાહ (૧૦)ને પણ ક્લિન બોલ્ડ કર્યો હતો.

બાંગ્લાદેશે ૩ બોલમાં ૩ વિકેટ ગુમાવી

શમીએ રહીમના સંઘર્ષનો અંત આણતા તેને ૪૩ રનના સ્કોર પર ક્લિન બોલ્ડ કર્યો હતો. શમીએ તે પછીના જ બોલ પર મિરાઝ (૦)ને લેગબિફોર વિકેટ આઉટ કર્યો હતો. જ્યારે ત્યાર બાદની ઓવરના પહેલા બોલ પર ઈશાંતે લિટ્ટન દાસ (૨૧)ને કોહલીના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ સાથે બાંગ્લાદેશે સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, જેના કારણે તેઓ ૧૪૦/૫ના સ્કોરથી ૧૪૦/૮ પર ફસડાયા હતા. આ પછી તો તૈજુલ (૧) રનઆઉટ થયો હતો અને ઇ.હોસૈન (૨)ને ઉમેશ યાદવે બોલ્ડ કરતાં બાંગ્લાદેશ ૧૫૦માં સમેટાયું હતુ.

Read Also

Related posts

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!