GSTV

IND vs AUS T-20 WC: પૂનમની ધારદાર બોલીંગ સામે વર્લ્ડ ચેમ્પિયન ધ્વસ્ત, ભારતની મહિલા બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું

Women’s T20 World Cup 2020 ની પહેલી મેચમાં પૂનમ યાદવની ધારદાર બોલીંગની મદદથી ટીમ ઇન્ડિયાની મહિલા બ્રિગેડે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને 17 રને હરાવી દીધી. પૂનમ યાદવે પોતાની ચાર ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ ઝડપી અને ટીમ ઇન્ડિયાને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ટીમ ઇન્ડિયાએ 132 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને નિર્ધારિત 20 ઓવરોમાં 115 રન પર ધ્વસ્ત કરી નાંખી. આ રીતે ભારતે ટી-20 વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી છે.

ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની મહિલા બ્રિગે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને 133 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઇન્ડિયા તરફથી દિપ્તી શર્માએ અણનમ 49 રનની ઇનિંગ રમી. મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કરની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ટૉસ જીતને પહેલા બોલીંગનો નિર્ણય લીધો જે બાદ ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યાં.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ

ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ મહિલા બેટ્સમેન બેથ મૂની 6 રન બનાવીને આઉટ થઇ ગઇ. તેણે શિખા પાંડેને પોતાનો પહેલો શિકાર બનાવી. તે બાદ 9મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો લાગ્યો અને મેગ લેનિંગ 5 રન બનાવીને પેવેલિયન પરત ફરી. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા હેલીએ એક છેડો સંભાળતા 34 બોલમાં અડધી સદી પૂરી કરી પરંતુ તેની તરત જ બાદ તે કેચ આઉટ થઇ ગઇ. આ રીતે ઓસ્ટ્રેલિયાની ત્રીજી અને મોટી વિકેટ પડી.

પૂનમ યાદવે મચાવી સનસની

12મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સતત બે વિકેટ લઇને પૂનમ યાદવે ઓસ્ટ્રેલિયા માટે મુસીબત ઉભી કરી દીધી. તેણે રચેલ હાયેનેસને 6 રનના અંગત સ્કોર પર અને એલિસ પેરીને શૂન્ય પર આઉટ કરી. તે બાદ પૂનમ યાદવે જેસ જોનાસનને પણ 2 રને આઉટ કરી. પૂનમ યાદવે 17 બોલમાં 4 વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત બને તેની પહેલા 101 રનના સ્કોર પર એનાબેલ સદરલેંડ પેવેલિયન પરત ફરી.

મંધાના ઇજાગ્રસ્ત

આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગની બીજી ઓવરના પહેલા બોલ પર બાઉન્ડ્રી રોકવા માટે બોલ પકડ્યા બાદ સ્મૃતિ મંધાના ઇજાગ્રસ્ત થઇ ગઇ. તેના ખભામાં ઇજા થઇ, જે બાદ તેણે મેદાનમાંથી બહાર જવુ પડ્યુ.

આવી રહી ભારતની ઇનિંગ

ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની મહિલા બ્રિગેડે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયા તરફથી દીપ્તી શર્માએ અણનમ 49 રનની ઇનિંગ રમી અને શરૂઆતના ઝટકા બાદ ટીમને એક સન્માનજનક સ્કોર પર પહોંચાડી.

મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કરની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ટૉસ જીતીને પહેલા બોલીંગનો નિર્ણય લીધો, જે બાદ ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યાં.

તોફાની શરૂઆત બાદ 3 વિકેટ ગુમાવી

યજમાન ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઇનિંગની તોફાની શરૂઆત કરી. બંનેએ સાથે મળીને શરૂઆતની 4 ઓવરમાં 40 રન જોડ્યાં. પરંતુ પાંચમી, છઠ્ઠી અને સાતમી ઓવરમાં પડેલી 3 વિકેટોના કારણે રનની સ્પીડ પર બ્રેક લાગી ગઇ.

પહેલી વિકેટ સ્મૃતિ મંધાનાના રૂપે 5મી ઓવરમાં પડી. મંધાના 10 રન બનાવીને LBW થઇ ગઇય તેની પહેલાં ત્રીજી ઓવરમાં શેફાલી વર્માએ એક ચોગ્ગો અને એક શાનદાર છગ્ગો ફટકાર્યો.  જો કે તે પણ લાંબી ઇનિંગ રમી ન શકી અને છઠ્ઠી ઓવરમાં 29 રન બનાવીને ઓસ્ટ્રેલિયન ખેલાડી એનાબેલ સદરલેંડના હાથે કેચ આઉટ થઇ.

રોડ્રિગેજ અને દિપ્તીની શાનદાર પાર્ટનરશીપ

ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં આવે તે પહેલા 7મી ઓવરમાં કેપ્ટન હરમનપ્રીત કૌર પણ 2 રન બનાવીને પેવેલિયન પરત ફરૂ. આ રીતે ભારતે ત્રીજી વિકેટ ગુમાવી. જેમ્મિહા રોડ્રિગેજ અને દિપ્તી શર્માએ સાથે મળીને 50 રનની પાર્ટનરશીપ કરી. પરંતુ 16મી ઓવરના અંતિમ 33 બોલ પર 26 રન બનાવીને જેમ્મિહા રોડ્રિગેજ આઉટ થઇ ગઇ.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!