GSTV
Home » News » INDvAUS:Video:ગગનચુંબી સિક્સર ફટકારી કોહલીએ, પણ લાઇમલાઇટ લઇ ગયો આ શખ્સ

INDvAUS:Video:ગગનચુંબી સિક્સર ફટકારી કોહલીએ, પણ લાઇમલાઇટ લઇ ગયો આ શખ્સ

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી તથા અંતિમ ટી-20 મેચ રમાઇ ગઇ. આ મેચ દરમિયાન એક એવી ઘટના ઘટી, જેનો વીડયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો. હકીકતમાં જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક સિક્સર ફટકારી હતી તો તે બોલને બાઉન્ડ્રી પર ઉભેલા સિક્યોરીટી ગાર્ડે કેચ કર્યો હતો. તે બાદ તે સિક્યોરિટી ગાર્ડની ચર્ચા થઇ રહી છે.

ગ્લેનના બોલ પર ફટકારી સિક્સર

ગ્લેન મેક્સવેલના બોલ પર વિરાટ કોહલીએ શાનદાર સિક્સર ફટકારી હતી. બોલ બાઉન્ડ્રીને પાર ગયો હતો પરંતુ ત્યાં ઉભેલા એક સુરક્ષાકર્મીએ તેને કેચ કરી લીધો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ગાર્ડના હાથમાંથી કેચ છૂટી રહ્યો હતો પરંતુ તેણે પોતાના શરીરની મદદથી બૉલ કેચ કરી લીધો. લોકે ગાર્ડની આ વાત ખૂબ જ પસંદ આવી અને તેના માટે તાળીઓનો ગડગડાટ થયો. આ ઉપરાંત કેટલાંક દર્શકો તો તેના સન્માનમાં ઉભા પણ થઇ ગયા. આ જોઇને સુરક્ષાકર્મીના ચહેરા પર સ્મિત આવી ગયુ.

ભારતના નામે રહી મેચ

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડે તથા અંતિમ ટી-20 મુકાબલામાં 6 વિકેટે હરાવીને 3 મેચની ટી-20 સીરીઝ 1-1થી સરભર કરી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન કોહલીએ 41 બોલમાં અણનમ 61 રનની શાનદાર ઇનિંગ રમી. કોહલીએ ઇનિંગમાં 4 શાનદાર ચોક્કા અને 2 ગગનચુંબી સિક્સર પણ ફટકારી હતી.

કોહલીએ 65મા ટી-20 મેચમાં કરિયરની 19મી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત શિખર ધવને (41) પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ઑસ્ટ્રેલિયાએ અગાઉ પ્રથમ ટી-20 મેચ જીતીને 1-0થી લીડ મેળવી હતી અને બીજી મેચ વરસાદના કારણે રમી શકાઇ ન હતી. ત્રીજી મેચમાં ભારતે જીતીને સીરીઝ 1-1થી સરભર કરી લીધી હતી.

Read Also

Related posts

ડોક્ટરોની ઘોર બેદરકારી : મહિલાની પ્રસુતિ બાદ તબીબો … ભૂલી ગયા

Nilesh Jethva

Google પ્લેસ્ટોર માંથી દૂર કરી આ 29 એપ્સ, જો તમારા ફોનમાં હોય તો તુરત હટાવો

pratik shah

શક્તિસિંહ ગોહિલે સીએમ રૂપાણીને પત્ર લખી આ સંસ્થા સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધવા માંગ કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!