INDvAUS: ભારતની મુઠ્ઠીમાં મેલબર્ન ટેસ્ટ, જીત ફક્ત 3 વિકેટ દૂર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ટેસ્ટના ચોથો દિવસ પણ ટીમ ઇન્ડિયા જીતી તરફ વધી રહી છે. હાલના સમયે ટીમ ઇન્ડિયા અત્યંત મજબૂત સ્થિતિમાં છે. ભારતે ઑસ્ટ્રેલિયા સામે જીતવા માટે 399 રનનો અત્યંત મુશ્કેલ લક્ષ્ય રાખ્યો છે. હાલમાં મળી રહેલ અપડેટ્સમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યાં. આ સમયે ક્રિઝ પર મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ છે અને તે જીતથી 218 રન પાછળ છે.

આ પહેલા વિશાળ લક્ષ્ય હાસલ કરવા મેદાનમાં આવેલી યજમાન ટીમે ઇનિંગ્સની બીજી ઓવરમાં જ એરોન ફિંચ (3)ની વિકેટ ખોઈ હતી. ભારતને બીજી સફળતા રવિન્દ્ર જેડેજાએ અપાવી. જાડેજાએ પિચ પર બનેલા રફ પૈચનો હારો ઉપયોગ કર્યો. આ જ સ્થળ પર નાખવામાં આવેલા બોલથી માર્કસ હેરિસ (13) શોર્ટ લેગ પર મયંક અગ્રવાલના હાથે આઉટ થઈ ગયા.

ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને શૉન માર્શે પોતાની ટીમની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે વધારે સમય સુધી ટકી શક્યો નહીં. ખ્વાજા 33 રન બનાવીને મોહમ્મદ શમીના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો અને શૉન માર્શને બૂમરાહે એલબીડબ્લ્યુ કર્યો. માર્શએ 44 રન કર્યા. પાંચમી વિકેટમાં મિચેલ માર્શ આઉટ થયા. જેડેજાના બોલ પર તે આઉટ થયા. મિચેલે ફક્ત 10 રન બનાવ્યા. ટી-બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 138/5 છે. ત્રીજા સેશનમાં ઓસ્ટ્રેલિયન ટીમ 19 રન જ કરી શકી હતી કે ઈશાંત ને હેડને બોલ્ડ કરી નાખ્યો. ટ્રેવિસ હેડે 34 રન બનાવ્યા.

આ પહેલા ભારતે ચોથા દિવસે પહેલા સેશનમાં પોતાની બીજી ઇનિંગ્સમાં આઠ વિકેટના નુકસાન પર 106 રન કર્યાં. મહેમાન ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં સાત વિકેટના નુકસાન પર 443 રન કર્યા અને ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 151 રન બનાવ્યા અને પહેલી ઈનિંગ્સના આધારે 292 રનની લીઘા. ભારતે ચોથા દિવસની શરૂઆત પાંચ વિકેટના નુકસાન પર 54 રન સાથે કરી. મયંક (42)ના રૂપમાં ભારતે દિવસની પોતાની પહેલી વિકેટ ગુમાવી. તે 83ના કુલ સ્કોર પર પૅટ કમિન્સના બોલ પર બોલ્ડ થયા. મેયંકે 102 બોલ રમ્યા હતા અને ચાર ચોકા અને બે સીક્સ લગાવી હતી. મેયંક બીજી ઇનિંગમાં ભારતના સર્વોચ્ચ સ્કોરર રહ્યા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter