GSTV
Gujarat Government Advertisement

IND VS AUS : આ ભારતીય ખેલાડીએ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરતા જ રચ્યો ઈતિહાસ, સ્પેશિયલ ક્લબમાં થઈ એન્ટ્રી

ડેબ્યૂ

Last Updated on January 15, 2021 by Sejal Vibhani

IND VS AUS Brisbane Test : બ્રિસબન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઈજાગ્રસ્ત ખેલાડીઓની લિસ્ટ લાંબી થવાને કારણે 4 બદલાવ કરવા પર મજબૂર થયા છે. આ દરમ્યાન નેટ બોલરના રૂપમાં ટી.નટરાજનને વનડે, ટી-20 બાદ હવે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. ટી. નટરાજને ઈન્ડિયા તરફથી ટેસ્ટ ક્રિકેટ રમવા વાળા 300માં ખેલાડી બન્યા છે. આ સાથે જ એક પ્રવાસમાં ત્રણ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર ટી. નટરાજન ઈન્ડિયાના પ્રથમ ખેલાડી છે.

નટરાજન ઉપરાંત વોશિંગ્ટન સુંદર પણ બ્રિસબન ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યા છે. સુંદરને પણ નેટ બોલર ઓસ્ટ્રેલિયામાં રાખવામાં આવ્યા છે. હવે નટરાજન ભારત માટે ટેસ્ટ રમનાર 300માં ખેલાડી છે. અને સુંદર 301માં ખેલાડી બની ચૂક્યા છે. તો પછી ભારતનો પ્રથમ અને 100માં ખેલાડી અને 200 નંબરના ખેલાડી કોણ હતા. એ જાણવું પણ જરૂરી છે.

સી.કે.નાયડૂને માનવામાં આવે છે પ્રથમ ખેલાડી

ભારતના 1932-33 સીઝનમાં પોતાનો પ્રથમ મેચ ઈંગલેન્ડ સામે રમ્યા હતા. તે સીરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન સી.કે. નાયડૂ હતા. આ રીતે તેમને ભારતના પ્રથમ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ખેલાડી માનવામાં આવે છે.

ભારત માટે ટેસ્ટ મરનાર 100માં ખેલાડી બબલૂ ગુપ્તે છે. મુંબઈ નિવાસી ગુપ્તેએ નૉરી કોન્ટ્રાંક્ટરની કપ્તાનીમાં 1960-61માં ડેબ્યૂ કર્યું હતું. જો કે તે ભારત માટે માત્ર ત્રણ જ ટેસ્ટ રમી શક્યા.

ભારત માટે ટેસ્ટ રમનાર 200માં ખેલાડીનું કરિયર લાંબુ ચાલ્યું. વિકેટકીપર બેટ્સમેન નયન મોંગાયાએ 1994માં શ્રીલંકા સામે લખનૌમાં ડેબ્યુ કર્યું હતું. તે ભારત માટે 44 ટેસ્ટ મેચ રમ્યા હતા. મોંગિયાએ 24 ના ઔસરથી 1442 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને 6 અર્ધીસદી સામેલ છે.  

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળાયો દોષનો ટોપલો

Damini Patel

બબાલ મચી/ Live બુલેટિનમાં એન્કરનું ઉભરાઈ આવ્યું પગાર ના મળવાનું દર્દ, રઘવાયેલી ચેનલે ગણાવ્યો પી-ક્લાસ

Pritesh Mehta

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!