આ યુવા ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો નવો ચહેરો, પાંચ વિકેટે બદલી નાંખી કિસ્મત

પહેલીવાર ભારતીય ટી-30 આંતરરાષ્ટ્રીય ટીમમાં સિલેક્શન બાદ પંજાબના લેગ સ્પિનર મયંક માર્કંડેયે જણાવ્યું કે તેણે ક્યારેય વિચાર્યુ ન હતું કે તેનું સિલેક્શન ટીમ ઇન્ડિયામાં આટલી જલ્દી થઇ જશે.

હકીકતમાં બીસીસીઆઇએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે 24 ફેબ્રુઆરીથી સરૂ થનાર બે ટી-20 અને પાંચ વન ડે મેચની સીરીઝ માટે 15 સભ્યોની ટીમની ઘોષણા કરી, જેમાં લેસ સ્પિનર મયંક માર્કંડેયને પહેલીવાર ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સિલેક્શન થયાના ગણતરીના કલાકોમાં જ મયંકે ઇંગ્લેન્ડ સામે બીજી અનઑફિશિયલ ટેસ્ટમાં 31 રન આપીને 5 વિકેટ ઝડપી લીધી. આ સાથે જ તેણે ભારત-એને ઇનિંગ અને 68 રનથી વિજયી બનાવવામા મહત્વની ભુમિકા ભજવી છે. મયંકે પાછલાં કેટલાંક મહિનાઓમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેવામાં હવે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી ગયું છે.

જણાવી દઇએ કે યુવા ખેલાડી મયંકે અત્યાર સુધી 7 પ્રથમ શ્રેણી મેચમાં 21.26ની સરેરાશથી 34 વિકેટ ઝડપી છે.  જેમાં ત્રણ વાર પાંચ વિકેટ લેવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે 22 લિસ્ટ-એ મેચમાં 19.97ની સરેરાશથી 45 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે આઇપીએલ 2018માં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતાં 14 મેચમાં 24ય53ની સરેરાશથી 15 વિકેટ ઝડપી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter